- છત્તીસગઢમાં ભાજપનો ઝંઝાવાતી પ્રચાર
- સીએમ યોગીએ કાંકેરમાં સંબોધી સભા
- વિકાસના કાર્યોમાં કૌભાંડને લઇને કોંગ્રેસને લીધી આડેહાથ
છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે પુરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ દુર્ગમાં જ્યારે સીએમ યોગી છત્તીસગઢના કાંકેરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સીએમ યોગી પણ છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ સરકાર પર નિશાનો સાધવાનું ચૂક્યા ન હતા. તેઓએ મહાદેવ એપને લઇને ભૂપેશ બઘેલનું નામ સામે આપતા કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
છત્તીસગઢમાં ગોબરનો ગોટાળો
સીએમ યોગીએ કાંકેરની ભાનુપ્રતાપપુર વિધાનસભામાં રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે બિહારમાં પહેલા ઘાસચારાનું કૌભાંડ, છત્તીસગઢમાં ગોબર કૌભાંડ કર્યું. આ તેમનો સ્વભાવ છે. આ સરકાર અહીંની જનતા સાથે છેતરપિંડી કરી રહી છે. તેમને વિકાસ સાથે કોઈ લેવાદેવા નથી.
કોંગ્રેસે જનતાને છેતરી
વધુમાં જણાવ્યું કે કોંગ્રેસે ક્યારેય ગરીબોને છેતર્યા સિવાય કશું આપ્યું નથી. કોંગ્રેસ ક્યારેય ગરીબોનું સન્માન કરતી નથી. તે ગરીબોની પીડા અને વેદનાને ક્યારેય સમજી શકતી નથી. તેથી, કોંગ્રેસ જ્યાં સુધી કેન્દ્ર સરકારમાં રહી ત્યાં સુધી તે ગરીબોના હક્કો લૂંટતી રહી અને તેના નેતાઓની તિજોરી ભરાતી રહી.
કોંગ્રેસે ગરીબોની યોજનાઓ છીનવી
સીએમ યોગીએ જણાવ્યું કે કોંગ્રેસ સરકાર જૂઠું બોલી રહી છે. આ સરકાર ગરીબો માટેની યોજનાઓ છીનવી લે છે. આ સરકાર ખેડૂતો પર જુલમ કરે છે, તેમનું શોષણ કરે છે અને રામભક્તોનું અપમાન કરે છે. આ સરકારને એક ક્ષણ માટે પણ અસ્તિત્વમાં રહેવાનો અધિકાર નથી.









