- કોંગ્રેસને 40-50 તો ભાજપને 36-45 બેઠકો મળવાનું અનુમાન
- છત્તીસગઢમાં ભાજપને 41% અને કોંગ્રેસને 42% વોટ
- CM પદ માટે ભૂપેશ બઘેલ પ્રથમ, ટીએસ સિંહ દેવ છેલ્લી પસંદ
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થવાના છે. આ ચૂંટણી રાજ્યોમાં, એક રાજ્ય છત્તીસગઢ પણ છે, જ્યાં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યાં મતદાનની ટકાવારી 76.31 ટકા હતી, જે 2018 (76.88) કરતા સામાન્ય ઓછી હતી. અહીં તબક્કા-1માં 20 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જ્યારે તબક્કા-2માં બાકીની 70 બેઠકો પર મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામો પહેલા સત્તાધારી કોંગ્રેસ અને વિરોધ પક્ષ ભાજપ બંનેમાં હલચલ જોવા મળી રહી છે. છત્તીસગઢમાં વિધાનસભાની 90 બેઠકો છે, જેમાંથી કોંગ્રેસ 75 બેઠકો જીતશે તેવો દાવો કરે છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં જુઓ ચૂંટણીની સ્થિતિ કેવી રહેશે.
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના આંકડા મુજબ
કોંગ્રેસને 40 થી 50 બેઠકો
ભાજપને 36થી 46 બેઠકો
અન્યને 1થી 5 બેઠકો
સી વોટરના આંકડા મુજબ
કોંગ્રેસને 41 થી 53 બેઠકો
ભાજપને 36થી 48 બેઠકો
અન્યને 0 થી 4 બેઠકો
ટૂડેજ ચાણક્યના આંકડા મુજબ
કોંગ્રેસને 49-65 બેઠકો
ભાજપને 25-41 બેઠકો
અન્યને 0 બેઠકો
મેટ્રીઝના આંકડા મુજબ
કોંગ્રેસને 44-52 બેઠકો
ભાજપને 34-42 બેઠકો
અન્યને 0-2 બેઠકો
જુઓ કોને મળશે કેટલી બેઠકો?
એક્ઝિટ પોલના આંકડા મુજબ, છત્તીસગઢમાં કોંગ્રેસ 36 થી 46 બેઠકો જીતી શકે છે જ્યારે ભાજપ 40 થી 50 બેઠકો જીતી શકે છે. તેમાં પણ અન્યને મળી શકે તેવી બેઠકોના આંકડા 1 થી 5 સુધીના છે.
છત્તીસગઢમાં ભાજપને 41% અને કોંગ્રેસને 42% વોટ
છત્તીસગઢમાં ભાજપને 41% વોટ મળ્યા હોવાનો અંદાજ છે. તો, કોંગ્રેસના ફાળે 42% વોટ જતા જોવા મળી રહ્યા છે. સર્વે અનુસાર બંનેને મળેલા મતોના અંદાજમાં માત્ર 1 ટકાનો જ તફાવત છે.
CM પદ માટે ભૂપેશ બઘેલ પ્રથમ પસંદગી છે
છત્તીસગઢમાં મુખ્યમંત્રી કોણ હોય શકે? સર્વેમાં પૂછવામાં આવેલા આ સવાલમાં 'કાકા' એટલે કે ભૂપેશ બઘેલ નંબર વન બન્યા હતા. 31 ટકા લોકોએ બઘેલના નામ પર પસંદગી ઉતારી છે. જ્યારે, 21 ટકા લોકોએ રમણ સિંહના નામને મંજૂરી આપી છે. માત્ર 2 ટકા લોકોએ ટીએસ સિંહ દેવને મુખ્યમંત્રી તરીકે જોયા છે.
ત્રિશંકુ વિધાનસભા બનશે તો BSP-CPI મહત્વની ભૂમિકા ભજવશે
આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે અને સ્પર્ધા ખૂબ જ અઘરી છે. નાના પક્ષો અને અપક્ષોના 4-6 ઉમેદવારો મેદાનમાં છે, જે ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ પાર્ટીઓમાં BSP, GGP, CPIનો સમાવેશ થાય છે.
છત્તીસગઢમાં કોંગ્રેસને વધુ સીટો મળવાની ધારણા
છત્તીસગઢમાં 16,270 લોકો વચ્ચે આ ચૂંટણી સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 77 ટકા ગ્રામીણ અને 23 ટકા શહેરી લોકો વચ્ચે સર્વે કરવામાં આવ્યો હતો અને તેમની પાસેથી મેળવેલ ડેટાને એક્ઝિટ પોલમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે 56 ટકા પુરૂષો અને 44 ટકા મહિલાઓનો સર્વે કરીને આંકડામાં સામેલ તથ્યો કાઢવામાં આવ્યા છે. આ આધારે, એક્ઝિટ પોલ સર્વે કહે છે કે છત્તીસગઢમાં કોંગ્રેસની ભૂપેશ બઘેલ સરકાર સામે સત્તા વિરોધી લહેર નથી. જોકે કોંગ્રેસ સરકાર બનાવશે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ પાર્ટીને વધુ બેઠકો મળવાની ધારણા છે.