• છત્તીસગઢના રાજનાંદગામ પહોંચ્યા અમિત શાહ
  • ચૂંટણી પ્રચારનો કર્યો શંખનાદ 
  • રાજનાંદગાવમાં સભામાં કર્યુ સંબોધન

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજકીય ચહલ પહલ વધી ગઇ છે. ત્યારે હવે બીજેપીએ આજથી ચૂંટણી પ્રચારનો શંખનાદ કરવા જઇ રહી છે. આ માટે કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ રાજનાંદગામ પહોંચી ગયા છે. એરપોર્ટ પર ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ સભા સ્થળે પહોંચ્યા હતા. 

કોંગ્રેસના શાસનમાં છત્તીસગઢ બીમાર-શાહ

[[$googlead]]

રાજનંદગાવમાં સંબોધન કરતા અમિતશાહે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બીમારુ રાજ્ય હતા. વાજપેયી સરકાર અને પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહે છત્તીસગઢને અદ્યતન બનાવ્યું છે.

[[$alsoread]]

બઘેલની સરકારે ખાલી વચનો જ આપ્યા-શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભૂપેશ બઘેલ સરકારે ઘણા વાયદા કર્યા હતા. મફત ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું. આખા રાજ્યમાં દારૂબંધી કરવા જઈ રહ્યા હતા, શું થયું? વીજળીનું બિલ અડધું કરવાનું વચન અપાયું હતું, શું થયું? ભૂપેશ બઘેલની સરકારમાં ન તો ઓબીસી, ન આદિવાસી, ન મહિલાઓ, ન ખેડૂતો ખુશ છે. માત્ર ગાંધી પરિવાર જ ખુશ હોવાનું જણાવ્યું હતું.

?" target="_blank">https://twitter.com/ANI/status/1713838904485519525?

  • Follow us on: