• બીજાપુરમાં નક્સલીઓએ કર્યો ભાજપના નેતા પર હુમલો 
  • તિરૂપતિ કટલાએ સારવાર દરમિયાન દમ તોડ્યો
  • બીજાપુર એસપી જિતેન્દ્ર યાદવે હત્યાકાંડની પુષ્ટિ કરી

છત્તીસગઢમાં વધુ એક નક્સલી હિંસાનો મામલો સામે આવ્યો છે. આ વખતે નક્સલીઓના નિશાને ભાજપના નેતા છે. છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓ ભાજપના નેતા પર જીવલેણ હુમલો કરવાના સમાચાર મળી રહે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જનપદ સભ્ય અને સહકારી સેલ સમિતિના સંયોજક તિરૂપતિ કટલા પર નક્સલીઓએ ધારદાર હથિયારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાથી ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.

જાણવા મળી રહ્યું છે કે ભાજપના નેતા તિરૂપતિ કટલા એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે તોયનાર ગામ જઈ રહ્યા હતા. જ્યારે તેઓ લગ્ન પ્રસંગ માટે જવા માટે નીકળ્યા તે જ સમયે નક્સલીઓને હત્યાકાંડને અંજામ આપ્યો હતો. સમગ્ર મામલે તિયાનાર પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી છે. તો સાથે સાથે સમગ્ર ઘટનાને લઈને બીજાપુર એસપી જિતેન્દ્ર યાદવે હત્યાકાંડની પુષ્ટિ કરી છે.


  • Follow us on: