• વિવોએ 30 ચીનાઓને બિઝનેસ વિઝા પર ભારતમાં ઘુસાડીને કર્મચારી તરીકે કામ કરાવ્યું

  • ચીનની કંપની વિવો દ્વારા વિઝાના નિયમોનો ભંગ કર્યો : ઈડી
  • વિઝા અરજીમાં ક્યારેય વિવોને તેમનાં માલિક તરીકે દર્શાવ્યા ન હતા

મોબાઈલ બનાવતી ચીનની કંપની વિવો દ્વારા ભારતમાં વિઝાનાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે અને ભારતમાંથી રૂ. 1 લાખ કરોડથી વધુ રકમની ઉચાપત કરીને આ રકમ ચીનનાં મોકલવામાં આવી હોવાનાં ઈડ્ઢ એ આક્ષેપ કર્યા છે. ઈડીની તપાસમાં જણાઈ આવ્યું હતું કે ચીનની કંપની વિવોનાં કેટલાક કર્મચારીઓ તેમજ તેની સહયોગી કંપનીઓનાં કર્મચારીઓ દ્વારા ભારતનાં વિઝા નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. વિવોએ 30થી વધુ ચીનાઓને બિઝનેસ વિઝા પર ભારતમાં ઘુસાડીને તેમની પાસે વિવોનાં કર્મચારી તરીકે કામ કરાવ્યું હતું. કેટલાક ચીની કર્મચારીઓએ તો ભારતનાં સંવેદનશીલ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હોવાનું જણાયું હતું. ચીનની કંપનીઓ દ્વારા નવા રોકાણ પર ભારતે પ્રતિબંધો લાદ્યા તે પછી તેમજ ચીનની અનેર એપ્લીકેશન્સ પર પ્રતિબંધ લાદ્યા પછી બંને દેશો વચ્ચેનાં સંબંધો તંગ બન્યા છે. ઈડીએ કોર્ટમાં રજૂ કરેલી વિગતોમાં દર્શાવ્યું હતું કે ગયા અઠવાડિયે મની લૉન્ડરિંગ કેસમાં વિવોનાં એક્ઝિક્યુટીવ ગૌઆંગવેન કુઆંગની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે 2022માં મની લૉન્ડરિંગ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

વિવો કંપની દ્વારા ભારતમાં વિઝા નિયમોનો ભંગ કરીને 30 ચીનાઓને બિઝનેસ વિઝા પર ભારતમાં ઘુસાડવામાં આવ્યા હતા. તેમની પાસે વિવોનાં કર્મચારીઓ તરીકે કામ કરાવાયું હતું. આ લોકોએ તેમની વિઝા અરજીમાં ક્યારેય વિવોને તેમનાં માલિક તરીકે દર્શાવ્યા ન હતા તેમ ઈડીએ કોર્ટમાં રજૂ કરેલા 32 પાનાનાં ફાઈલિંગમાં જણાવ્યું હતું. ચીનનાં કેટલાક નાગરિકોએ કાશ્મીર તેમજ લદાખની મુલાકાત પણ લીધી હતી.


  • Follow us on: