- તમે આ રીતે દબાણ ન બનાવી શકો : CJI ચંદ્રચુડે
- સંદેશખાલી કાંડ પર કેસની તપાસ ચાલુ છે : CJI ચંદ્રચુડે
- અરજદારના વકીલે નારાજગી વ્યકત કરી
પશ્ચિમ બંગાળના સંદેશખાલી કેસમાં સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી.અરજદારના વકીલ પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ નિયમ મુજબ કામ કરશે અને તમારા દબાણને કારણે અમે કોઈ આદેશ જાહેર નહી કરીએ, સુપ્રીમ કોર્ટે અરજદાર વકીલ અલખ આલોક શ્રીવાસ્તવને આ મામલો ઈમેલ કરવા અને શું કરવું તે જોવા કહ્યું. જ્યારે CJI ( ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ) ચંદ્રચુડે કહ્યું કે,દબાણ બનાવવુ યોગ્ય નહી.
શુ કહેવુ છે વકીલનુ
વકીલે કહ્યું કે, આ મામલો ખૂબ ગંભીર છે, તેથી આ મામલાની તાત્કાલિક સુનાવણી થવી જોઈએ. અરજદારના વકીલ પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ નિયમ મુજબ કામ કરશે અને કોઈ દબાણ વિના કામ કરશે,સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે જેમાં માંગ કરવામાં આવી છે, કે આ મામલાની તપાસ SIT અથવા CBI દ્વારા કરવામાં આવે. નિષ્પક્ષ તપાસ માટે સમગ્ર તપાસ પશ્ચિમ બંગાળની બહાર કરાવવાની માંગનો સમાવેશ થાય છે. તેમજ સુપ્રીમ કોર્ટને મણિપુરની તર્જ પર 3 જજોની કમિટી બનાવવા અને મામલાની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે.
જનહિતમાં અરજી
વાસ્તવમાં, વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરી હતી. અરજીમાં પીડિતોને વળતર આપવાની સૂચના આપવાની સાથે દોષિત પોલીસકર્મીઓ સામે શિસ્તભંગની કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે. સંદેશખાલી વિસ્તારની ઘણી મહિલાઓએ સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ અને તેમના સમર્થકો પર જમીન હડપ કરવાનો અને યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે. ઘણી મહિલાઓએ આરોપ લગાવ્યો છે, કે શાહજહાં અને તેના સમર્થકો રાત્રે પુત્રવધૂઓને ઘરેથી લઈ જતા હતા. હવે મહિલાઓ TMC નેતાઓ સામે વિરોધ કરી રહી છે. અને તેમની ધરપકડની માંગ પર અડગ છે.