• 28 નવેમ્બરે CPCB દ્વારા જાહેર કરાયો પ્રદૂષણનો રિપોર્ટ 
  • દેશના માત્ર 80 શહેરોમાં સંતોષજનક AQI 
  • પ્રદૂષણને લઈને જાણો કેવી છે આપણાં અમદાવાદની સ્થિતિ 

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા 28 નવેમ્બર 2023ના રોજ દેશના જુદા જુદા શહેરોના પ્રદૂષણને લઈને એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ દેશના 242 શહેરો માંથી માત્ર 30 શહેરોમાં હવા ‘સારી; ગુણવત્તા વાળી છે. 80 શહેરોમાં AQI ‘સંતોષજનક’ છે જ્યારે 90 શહેરોમાં ‘મધ્યમ’ છે. સૌથી ખરાબ સ્થિતિ હનુમાનગઢની છે અહી AQI 408 સુધી પહોંચી ગયું છે.

સૌથી સ્વચ્છ હવા અરિયાલુરમાં હતી. અહી AQI 18 નોંધવામાં આવ્યો હતો. દિલ્હીનો ઇન્ડેક્સ 312 પર નોંધાયો હતો. છપરા-ભટિંડા સહિત 6 શહેરોની હવા ખૂબ જ ખરાબ હતી. હાપુડ-સીકર સહિત 35 શહેરોમાં સ્થિતિ ખરાબ છે. અહીં પ્રદૂષણનું સ્તર 200થી વધુ છે.

અનેક શહેરોની સ્થિતિ એવી છે કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા 'ખૂબ નબળી' છે. વરસાદ બાદ, AQI 83 પોઈન્ટ ઘટીને 312 થઈ ગયો. તો, ફરીદાબાદમાં 250, ગાઝિયાબાદમાં 250, ગુરુગ્રામમાં 196, નોઈડામાં 261, ગ્રેટર નોઈડામાં 274 પર પહોંચી ગઈ છે.

સિંગરૌલી, પ્રયાગરાજ, બીકાનેર, છાપરા સહિત 35 શહેરોમાં પ્રદૂષણનું સ્તર જીવલેણ હતું. મુંબઈમાં AQI 61 હતો, જે સંતોષજનક છે. લખનૌમાં 246, ચેન્નાઈમાં 44, ચંદીગઢમાં 163, હૈદરાબાદમાં 83, જયપુરમાં 141 અને પટનામાં 230 નોંધાયા હતા.

માત્ર આ 30 શહેરોમાં જ હવા સ્વચ્છ રહી. અહીં AQI 50 ની નીચે રહ્યો. અનંતપુરમાં 38, અરિયાલુરમાં 18, બાગલકોટમાં 46, બેલગામમાં 46, ચામરાજનગરમાં 42, ચેંગલપટ્ટુમાં 28, ચેન્નાઈમાં 44, ચીકબલપુરમાં 32, ચિક્કામગલુરુમાં 32, ચિત્તૂરમાં 42, કુડ્ડાલોરમાં 29, ઈલૂરમાં 39, ગડગમાં 46, હોસુરમાં 47, કડપામાં 30, કલબુરગીમાં 40, કાંચીપુરમમાં 20, કારૌલીમાં 44, કોલ્લમમાં 49, મૈસૂરમાં 48, પલકલાઈપેરુરમાં 26, પુડુચેરીમાં 41, રામનગરમાં 43, રામનાથપુરમાં 31, સલેમમાં 32, શિવમોગામાં 49, સિલચરમાં 38, તિરુવનંતપુરમ 39, થૂથુકુડી 37 અને તિરુપતિ 50નો સમાવેશ થાય છે.

અમદાવાદમાં AQI સંતોષજનક 

આ 80 શહેરોમાં હવા સંતોષકારક હતી. એટલે કે AQI 51 થી 100 ની વચ્ચે રહ્યો હતો. આગ્રા, અમદાવાદ, અજમેર, અકોલા, અમરાવતી, ઔરંગાબાદ (મહારાષ્ટ્ર), બદલાપુર, બારાં, બેલાપુર, બેંગલુરુ, ભીલવાડા, ભીવંડી, બિદર, બિલાસપુર, બ્રજરાજનગર, બુંદી, છાલ, ચિત્તોડગઢ, કોઈમ્બતુર, દાવણગેરે, ધારવાડ, ફિરોઝાબાદ, ગાંધીનગર, ગંગટોક, હસન, હાવેરી, હુબલી, હૈદરાબાદ, ઇમ્ફાલ, જબલપુર, જલગાંવ અને જાલના.

આ ઉપરાંત ઝાલાવાડ, ઝાંસી, કલ્યાણ, કન્નુર, કાશીપુર, ખુર્જા, કોહિમા, કોલ્હાપુર, કોપ્પલ, કોરબા, કોટા, લાતુર, મદિકેરી, મૈહર, મંડીખેડા, મેંગ્લોર, મિલુપારા, મુંબઈ, નાસિક, પલવલ, પંચકુલા, પ્રતાપગઢ, પુણે, રાયચુર, રાજસમંદ, રતલામ, ઋષિકેશ, સાગર, સાંગલી, સવાઈ માધોપુર, શિલોંગ, સિલીગુડી, સિરોહી, શિવસાગર, સોલાપુર, ટેંસા, થાણે, થ્રિસુર, તિરુપુર, તુમકુરુ, તુમિડીહ, ઉદયપુર, ઉડુપી, ઉલ્હાસનગર, વાતવા, વિજયવાડા, વૃંદાવન અને યાદગીરનો સમાવેશ થાય છે.

વાયુ પ્રદૂષણનું સ્તરને આ રીતે સમજી શકાય છે - જો AQI 0 થી 50 હોય તો હવા ‘સ્વચ્છ’ છે. 51-100 વચ્ચે AQI એટલે ‘સંતોષકારક’, AQI 101-200 નો અર્થ થાય છે કે વાયુ પ્રદૂષણનું સ્તર ‘મધ્યમ’ છે, જ્યારે 201 અને 300 વચ્ચેની હવાની ગુણવત્તા ‘નબળી’ છે. જો AQI 301 થી 400 ની વચ્ચે નોંધાયેલ છે, જેમ દિલ્હીમાં જોવા મળે છે તેમ તો હવાની ગુણવત્તા ‘ખૂબ જ નબળી’ છે.

401થી 500માં હવાની ગુણવત્તાની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે. એટલે કે હવા મનુષ્યને નુકશાન પહોંચાડી શકે છે જ્યારે પહેલેથી જ બીમારીથી પીડાતા લોકો માટે તે જીવલેણ સાબિત થઈ શકે છે.


  • Follow us on: