દેશમાં પક્ષ અને વિપક્ષ કોઇને કોઇ મામલે એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ત્યારે યુપીમાં પણ ભાજપ અને સપા વચ્ચે શાબ્દિક યુદ્ધ ગરમાયુ છે. અખિલેશ અને યોગી આદિત્યનાથ દ્વારા એકબીજા પર વાકપ્રહાર કરવામાં આવી રહ્યા છે ત્યારે અખિલેશ યાદવે કરેલા માફિયા વાળા નિવેદનને લઇને સીએમ યોગીએ વળતો જવાબ આપ્યો છે.
અખિલેશ યાદવ પર વરસ્યા સીએમ યોગી
યુપી સીએમ યોગી આદિત્યનાથ આજે અયોધ્યાના મિલ્કીપુરમાં હતા. અહીં એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અખિલેશ યાદવ પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે જો સપાનો આખો કાચો ચિઠ્ઠો સામે આવી જશે ને તો કોઇને મોં બતાવવા લાયક નહી રહે. તેમણે કહ્યું કે સપા સરકાર દરમિયાન કાર સેવકો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. તેમના હાથ રામભક્તોના લોહીથી રંગાયેલા છે.
કૂતરાની પૂંછડીની જેમ
સીએમ યોગીએ સપાના વડા અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે ગુનામાં સામેલ તમામ માફિયાઓ તેમના (SPના) કાકા છે. આજે માફિયાઓ સામે નાક રગડનારા સંતો-મુનિઓ માફિયા કહે છે. ઉલ્લેખનીય છે કે અખિલેશે હાલમાં જ સીએમ યોગીનું નામ લીધા વિના પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે 'નેતા અને માફિયામાં બહુ ફરક નથી હોતો.' આ નિવેદન પર મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જેમ કૂતરાની પૂંછડી સીધી કરી શકાતી નથી, તેવી જ રીતે સપાના ગુંડાઓને પણ સીધા કરી શકાતા નથી. તેમની સાથે લડીને જ તેમને સીધા કરી શકાય છે. અમારી સરકાર તે કામ કરી રહી છે.
વિકાસના કાર્યોનું કર્યુ લોકાર્પણ- શિલાન્યાસ
મહત્વનું છે કે સીએમ યોગી આજે અયોધ્યાના મિલ્કીપુરમાં હતા. જ્યાં તેમણે ₹1000 કરોડથી વધુની કિંમતની 83 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન/શિલાન્યાસ કર્યું હતું. તેમણે જનસભા સંબોધીને સરકારની ઉપલબ્ધિ ગણાવી હતી. તેમણે 'જય શ્રી રામ'ના નારા સાથે ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે સપાની સરકાર હતી ત્યારે તે ગરીબોનું ભોજન લૂંટતી હતી. જમીનો લૂંટતી હતી.









