- દુઃખદ અને દર્દનાક દુર્ઘટના: સીએમ યોગી
- સૌથી પહેલા રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ
- ઘટનામાં 121 લોકોના થયા મોત
સીએમ યોગીએ હાથરસ દુર્ઘટનાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેઓએ કહ્યું કે આ એક દુઃખદ અને દર્દનાક દુર્ઘટના છે. જ્યારે ઘટનાની જાણકારી મળી ત્યારે સૌથી પહેલા રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ છે. સીએમ યોગીએ કહ્યું કે ઘટનામાં 121 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મૃત્યુ પામેલા 121 લોકોમાંથી 6 અનુક્રમે અન્ય રાજ્યો, એમપી, હરિયાણા અને રાજસ્થાનના હતા. સીએમએ કહ્યું કે હોસ્પિટલમાં દાખલ મોટાભાગના લોકો ખતરાની બહાર છે. મેં ત્યાં પીડિતો સાથે વાત કરી. સીએમએ કહ્યું કે યુપીના હાથરસ, બંદાયુ, એટા, લલિતપુર, આગ્રા, ફિરોઝાબાદ, સંભલ અને પીલીભીતના રહેવાસીઓ માર્યા ગયા છે. અમે આ સમગ્ર ઘટનાના મૂળ સુધી જવાની વ્યવસ્થા કરી છે. પ્રથમ રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
અધિકારીઓને ઘટનાના મૂળ સુધી પહોંચવાના આદેશ અપાયા છેઃ સીએમ
સીએમ યોગીએ કહ્યું કે શરૂઆતમાં ઘટનાને દબાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ આ ઘટનાના મૂળ સુધી જવાની કોશિશ કરવામાં આવી છે. હાઈકોર્ટના રિટાયર્ડ જજના નેતૃત્વમાં કેસની તપાસ કરવામાં આવશે. આ દુર્ઘટના છે કે સાજિશ તેની પણ તપાસ કરાશે. ઘટનાની ન્યાયિક તપાસ કરવામાં આવશે. એટલું નહીં જે દોષી સાબિત થશે તેને કડક સજા કરવામાં આવશે. અમે ADG આગ્રાના નેતૃત્વમાં SITની રચના કરી છે. તેણે પ્રાથમિક અહેવાલ રજૂ કર્યો છે. આ અંગે ઊંડી તપાસ કરવા જણાવાયું છે. ઘણા બધા એંગલ છે જેની તપાસ કરવાની જરૂર છે. રાજ્ય સરકારે ન્યાયિક તપાસ કરવાનો નિર્ણય લીધો છે જેનું નેતૃત્વ હાઇકોર્ટના નિવૃત્ત જજ કરશે. વહીવટીતંત્ર અને પોલીસના નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓ પણ તેમાં ભાગ લેશે.
સીએમ યોગીએ 5 વખત સાજિશ શબ્દ વાપર્યો
ઘટનામાં સીએમ યોગીએ 5 વખત સાજિશ શબ્દ વાપર્યો છે. તેઓએ કહ્યું કે સાજિશ કરનારા ભાગી જાય છે. ઘટનાની પાછળ કોણ છે તે જોવાનું રહેશે. જો દુર્ઘટના હતી તો સેવકો રોકાયા કેમ નહીં. એસઆઈટી કેસની તપાસ કરશે. આ સિવાય સીએમ યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે સરકાર મૃતકોના બાળકોના અભ્યાસની વ્યવસ્થા કરશે. પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર મૃત્યુ પામેલા લોકોને 4 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 1 લાખ રૂપિયાની સહાય આપશે.