- ગાઝિયાબાદના ભાજપના ઉમેદવારો અતુલ ગર્ગ અને વિકે સિંહ પણ રથમાં હાજર
- પીએમ મોદીનો આ ભવ્ય રોડ-શો માલીવાડા ચોકથી ઘંટાઘર સુધી 15 કિમીનો રહેશે
- પીએમ મોદીના રોડ-શોનું સ્વાગત કરવાં મોટી સંખ્યામાં સમર્થકો અને જનમેદની ઉમટી
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં PM મોદી અને CM યોગીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. આ ભવ્ય રોડ શોનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા હતાં. પીએમ મોદીના ભાજપના ઉમેદવારો અતુલ ગર્ગ અને વીકે સિંહ પણ હાજર રહ્યાં હતાં.
ગાઝિયાબાદમાં પીએમ મોદીનો 1.5 કિ.મી. લાંબો રોડ-શો
પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી યોગી અને ગાઝિયાબાદના ભાજપના ઉમેદવારો અતુલ ગર્ગ અને વીકે સિંહનો આ ભવ્ય રોડ-શો માલીવાડા ચોકથી શરૂ થઈ ઘંટાઘર સુધી યોજાશે. આ ભવ્ય રોડ શો લગભગ 1.5 કિલોમીટરનો રોડ શો કર્યો. જેમાં આ રોડ શોમાં રસ્તાની બંને બાજુ ઉભેલા લોકોનું પીએમ મોદીએ અભિવાદન કર્યું. હતું.
કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જુઠ્ઠાણાનો પોટલો
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ તેનો ઢંઢેરો જાહેર કર્યો છે, જે જુઠ્ઠાણાનો પોટલો છે. દરેક પાનામાંથી ભારતને ટુકડા કરવાની ગંધ આવે છે. કોંગ્રેસનો ઢંઢેરો એ જ વિચારસરણીને પ્રતિબિંબિત કરે છે જે આઝાદી સમયે મુસ્લિમ લીગમાં પ્રચલિત હતી. કોંગ્રેસ તે સમયે મુસ્લિમ લીગના વિચારો આજે ભારત પર થોપવા માંગે છે.
ઈરાદા સાચા હશે તો પરિણામ સાચા આવશેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જો ઈરાદા સાચા હોય તો પરિણામ સાચા હોય છે. આજે ગામડાની દીકરીઓ ડ્રોન ઉડાવી રહી છે. અમારી દીકરીઓ રમતના મેદાનમાં અજાયબીઓ કરી રહી છે. આજે મહિલાઓ ઈસરોના મોટા પ્રોજેક્ટને સંભાળી રહી છે. આજે ભારતમાં મહિલા પાઈલટની ટકાવારી વિશ્વમાં સૌથી વધુ છે.









