- સીમ યોગી આદિત્યનાથે કર્યો કટાક્ષ
- મુખ્તાર અંસારીના મોતને લઇને વિપક્ષ પર તાક્યુ નિશાન
- કહ્યું, માફિયાઓની કબર પર જઈને ફાતિહા વાંચી રહ્યા હતા
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. બીજેપીના દિગ્ગજો એક બાદ એક સભા સંબોધી રહ્યા છે. ત્યારે યુપી સીએમ યોગી આદિત્યનાથ આજે ફતેહપુર સીકરી પહોંચ્યા હતા. અહીં તેઓએ ચૂંટણી સભા સંબોધન દરમિયાન વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.
વોટ તો કમળના નિશાનને જશે- સીએમ યોગી
ફતેહપુર સીકરીમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આવેલા સીએમએ મુખ્તાર અંસારીની કબર પર જઇને ફતિહા વાંચવા બદલ વિપક્ષ પર આડકતરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે એ તમામ લોકો માફિયાઓની કબર પર જઈને ફાતિહા વાંચી રહ્યા છે. તેમને કહી દો કે આ ચૂંટણી કરતા સારો સમય નથી. જાઓ વોટ તો કમળના નિશાનને જશે તમને લોકોને અમે 5 વર્ષની રજા આપી રહ્યા છીએ.
માફિયાઓની કબર પર જઇ ફાતિહા વાંચો- સીએમ યોગી
સીમ યોગી આદિત્યનાથે કોઇનું નામ લીધુ ન હતું પરંતુ મુખ્તાર અંસારીના મોત પર સમાજવાદી પાર્ટી, AIMIM, BSP અને કોંગ્રેસના ગાઝીપુર જવા પર ટિપ્પણી કરી હોવાનું મનાય છે.
સપા-કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
સીએમએ કહ્યું કે તમારી જવાબદારી છે કે જો તમે વિરાસતનું સન્માન કરો છો તો જેમણે રામ અને કૃષ્ણ પર સવાલો ઉઠાવ્યા હતા, આજે તે લોકોના વોટ માટે તરસ્યા છે. વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ, સપા અને બસપા પર શાબ્દિક પ્રહારો કરતાં સીએમએ કહ્યું કે જ્યારે તમને તક મળી ત્યારે તેઓ માફિયાઓ અને ગુનેગારોને નિશાન બનાવીને રાજ્યની કાયદો અને વ્યવસ્થાને ડહોળતા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ, સપા અને બસપાના લોકો ગરીબોના હક પર લૂંટ ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે એક તરફ રામ લલ્લાના દર્શન કરાવી રહ્યા છીએ અને બીજી તરફ માફિયા ગુનેગારોના રામ નામ સત્ય કરી રહ્યા છીએ. આમ બંને કામ એક સાથે ચાલે છે.









