- સીએમ યોગીએ મુઝફ્ફરનગરમાં કરી જાહેરસભા
- મુખ્તાર અંસારીને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો
- ગુંડા, માફિયાઓને આપી દીધી ચેતવણી
લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે સીએમ યોગી આદિત્યનાથ પણ એકબાદ એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. તેવામાં યુપીના મુઝફ્ફરનગરમાં ચૂંટણી રેલીમાં સંબોધન દરમિયાન ગેંગસ્ટરથી નેતા બનેલા મુખ્તાક અંસારીને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
માઇ કા લાલ વાળ પણ વાંકો નહી કરી શકે- સીએમ યોગી
સીએમ યોગી આદિત્યનાથે સંબોધન કરતા ગેંગસ્ટર માફિયા પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું હાલમાં જમ્મુ કાશ્મીરથી આવ્યો છું. જે લોકો ગુમરાહ કરી રહ્યા છે તેઓ તમારો ઉપયોગ કરશે અને પછી સોદાબાજી કરીને ગાયબ થઇ જશે. તેમણે માફિયા, ડોન અને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરતા કહ્યું કે કોઇ માઇ કે લાલ તમારો વાળ પણ વાંકો નહી કરી શકેય યુપીમાં એટલી કડક સુરક્ષા વ્યવસ્થા છે.
એનુ પેન્ટ પલળી ગયું હતું- સીએમ યોગી
તમે જોઇ રહ્યા છો કે માફિયા અને ગુનેગારોની કેવી દુર્ગતિ થઇ રહી છે. જેના નામથી કર્ફ્યુ જેવો માહોલ થઇ જતો હતો તે લોકોની આજે સ્થિતિ શું છે ? તમે આ અંગે સોશિયલ મીડિયા પર પણ જોતા હશો. તેમણે કહ્યું કે માફિયા એવો પણ હતો જ્યારે સમાજવાદી પાર્ટીના સમયમાં તેનું ચાલી રહ્યું હતું ત્યારે મુખ્યમંત્રી હોય કે મુખ્યન્યાયાધીશ. આ લોકોના કાફલો રોકાઇ જતો જ્યારે માફિયાનો કાફલો પસાર થતો હતો. અને અમે જ્યારે કાર્યવાહી કરી તે માફિયાની વિરુદ્ધ અને તેને ઢસેડીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો ત્યારે એનું પેન્ટ પણ ભીનું થઇ ગયું હતું. એ સમયે અમે તેને કહ્યું હતું કે કાયદાને કચડનારા કાયદો કેટલો મોટો છે તેનો અહેસાસ થઇ રહ્યો છે કે નહી ? નિર્દોષ લોકોને મારશો તો માટી પણ નહી મળે.
7 વર્ષમાં યુપીમાં એકપણ રમખાણ નહી- સીએમ યોગી
સીએમ યોગીએ બુધવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ચૂંટણી સભાને પણ સંબોધી હતી. તેમણે કહ્યું કે આજે ઉત્તર પ્રદેશમાં કોઈ ગુંડાગીરી કરે છે તો અમે તેને ઊંધો લટકાવી દઈએ છીએ. તેમણે કહ્યું કે છેલ્લા 7 વર્ષમાં યુપીમાં એક પણ રમખાણ નથી થયું. આપણે હવે કર્ફ્યુ લાદવાની જરૂર નથી. કંવર યાત્રા હવે શાંતિપૂર્ણ રીતે થાય છે. ધાર્મિક સ્થળોએ માઈકનો ઉપયોગ થતો નથી. હું જમ્મુ-કાશ્મીરના તમામ લોકોને રામ લલ્લાના દર્શન માટે અયોધ્યા આવવા વિનંતી કરું છું.









