- રાજસ્થાનના જયપુરમાં સીએમ યોગીની જનસભા
- રાજસ્થાનની આમેર વિધાનસભામાં કરી રહ્યા છે સંબોધન
- ગેહલોત સરકારને લીધી આડેહાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ચૂંટણી પ્રચાર માટે સોમવારે રાજસ્થાનના જયપુર પહોંચી ગયા છે. આ દરમિયાન તેમણે જયપુરમાં જનસભાને સંબોધી હતી.જયપુર ગ્રામીણના આમેર વિધાનસભા ક્ષેત્રમાં એક જાહેર સભાને સંબોધિત કરતા જણાવ્યું કે રાજસ્થાનની ગેહલોત સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસે 5 વર્ષમાં કર્યુ શું : CM યોગી
યુપી સીએમએ સંબોધન કરતા જણાવ્યું કે કોંગ્રેસે 55-60 વર્ષમાં જે ન કર્યું તે પીએમ મોદીએ નવ વર્ષમાં કરીને બતાવ્યું. આ નવ વર્ષમાં 12 કરોડ ગરીબોને શૌચાલય, 4 કરોડ લોકોને ઘર, 4 કરોડ લોકોને વીજળી કનેક્શન મળ્યા. 10 કરોડ ગરીબોને ઉજ્વલા યોજના કનેક્શન મળ્યું. વધુમાં કહ્યું કે જે રાજસ્થાનને ભાજપે પોતાના શાસન દરમિયાન વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાંચ વર્ષમાં એવુ તો શું થઇ ગયુ કે રાજસ્થાન રોજગાર, પર્યટન, વિકાસ અને સમૃદ્ધિમાં નંબર 1 પર નથી.
ભારતમાં સમસ્યાઓનો ઉકેલ આવી રહ્યો છે
રાજસ્થાનમાં થઇ રહેલી ક્રાઇમની ઘટનાઓને લઇને તેઓએ જણાવ્યું કે રાજસ્થાન મહિલાઓ સંબંધિત ગુનાઓ અને સાયબર સંબંધિત ગુનાઓ વધી રહ્યા છે. ક્રાઇમના મામલે રાજસ્થાન નંબર 1 પર છે. હાલ ભારતમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી મોટી સમસ્યાઓનું સમાધાન થઇ રહ્યું છે.









