- CM યોગીનો દેખાયો બાળક પ્રેમ
- ગોરખપુરમાં બાળકોને મળ્યા સીએમ યોગી
- ચોકલેટ આપીને બાળકો સાથે કરી વાતચીત
બાળકો કોને વ્હાલા ન લાગે. ભલે તમે ગમે તેટલા મોટા હોવ પરંતુ બાળકને મળીને તો બાળક જેવા બની જ જઇએ છીએ. ત્યારે સીએમ યોગી આદિત્ય નાથનો પણ બાળકો પ્રત્યે લગાવ જોવા મળ્યો. તેઓ ગોરખનાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મંદિરમાં આવેલા બાળકો સાથે મુલાકાત કરી હતી.
ચોકલેટ ખવડાવવા ગયા સીએમ યોગીને
ગોરખનાથ મંદિરમાં દર્શને આવેલા બાળકોને સીએમ યોગી મળ્યા. સીએમ યોગી બાળકને ચોકલેટ આપતા જોવા મળ્યા. એક વ્યક્તિના હાથમાં નાનુ બાળક હતું તેને સીએમ યોગીએ ચોકલેટ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકે ચોકલેટ ન લીધી. પછી સીએમ યોગીએ બાળકને ચોકલેટ કાઢીને ખવડાવવાનો પ્રયાસ કર્યો. તો બાળક તેમની સામે જોઇ રહ્યો પણ ચોકલેટ ન ખાધી. આ જોઇને હાજર સૌ કોઇ હસી પડ્યા હતા. અંતે બાળકે ચોકલેટ ન ખાતા સીએમએ તેના પિતાને જ ચોકલેટ આપી દીધી હતી.
અન્ય બાળકોને પણ મળ્યા સીએમ યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંદિરમાં આવેલા અન્ય બાળકોને પણ મળ્યા હતા. સીએમને જોઈને કેટલાક બાળકો દોડી આવ્યા. તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને પછી વાતચીત કરતા પણ જોવા મળ્યા. સીએમ યોગીએ બાળકોને તેમની ઉંમર અને તેમના શિક્ષણ વિશે સવાલ કર્યા. બાળકો મુખ્યમંત્રીના પ્રશ્નોના જવાબ આપતા જોવા મળે છે. અંતે મુખ્યમંત્રી આ બાળકોને પણ ચોકલેટ આપીને વિદાય લીધી હતી.
[[$googlead]]









