- દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરની ઘટના
- કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ભરાયુ પાણી,3ના મોત
- કરોલ બાગ મેટ્રો સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન
દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં એક કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના ભોંયરામાં પાણી ભરાવાને કારણે 3 વિદ્યાર્થીના મોત થતા હોબાળો મચ્યો છે. આ ઘટનાથી લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાને પગલે કોચિંગ સેન્ટરના માલિક અને કોઓર્ડિનેટરને ઝડપી લેવામાં આવ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓના મોતનું શું. એવુ પણ સામે આવ્યુ છે કે આ જગ્યા પાર્કિંગની હતી ત્યાં લાઇબ્રેરી બનાવી દેવામાં આવી હતી. ત્યારે આ મામલે સેંકડો વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.
પ્લેકાર્ડ દર્શાવીને કર્યો વિરોધ
કરોલ બાગ મેટ્રો સ્ટેશન પાસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વી વોન્ટ જસ્ટિસના બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો પ્લેકાર્ડ લઇને આવી પહોંચ્યા હતા. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા. સાથે જ પોલીસ વિદ્યાર્થીઓને રસ્તા પરથી હટાવી રહી હતી.
વિદ્યાર્થીઓએ લગાવ્યા આરોપ
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટર પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. વિદ્યાર્થીનું કહેવું છે કે દિલ્હીમાં ઘણા એવા કોચિંગ સેન્ટર છે જે દરરોજ વિદ્યાર્થીઓના જીવ સાથે રમત રમી રહ્યા છે, પરંતુ પ્રશાસન મૌન છે. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ વિદ્યાર્થીઓને મળવા જૂના રાજેન્દ્ર નગર પહોંચ્યા હતા. તે વિદ્યાર્થીઓ પાસે પહોંચતા જ તેમનો વિરોધ શરૂ થઈ ગયો. વિદ્યાર્થીઓએ પાછા જાઓના નારા લગાવવા લાગ્યા હતા. તેઓ વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માંગતા હતા પરંતુ તે શક્ય બન્યું ન હતું.









