- ઓનલાઈન ઓર્ડરમાંથી નિકળ્યો જીવતો સાપ
- બેંગલુરુના એક એન્જિનિયર કપલે કર્યો દાવો
- કપલ અંદર એક જીવતો સાપ જોઈને ચોંકી ગયા
બેંગલુરુના એક એન્જિનિયર કપલે દાવો કર્યો છે કે, તેઓએ ઓનલાઈન ઓર્ડર કરેલા સામાનમાં એક જીવતો સાપ મળી આવ્યો હતો. કપલના કહેવા પ્રમાણે, તેઓએ એમેઝોન પરથી એક વસ્તુ મંગાવી હતી પરંતુ પેકેટ ખોલતા જ તેઓ ચોંકી ગયા હતા. અહેવાલ મુજબ, બોક્સની અંદરથી એક જીવંત સાપ બહાર આવ્યો છે. સદ્ભાગ્યે સાપ ટેપ પર ચોંટી ગયો નહીંતર તે કરડી શક્યો હોત. કપલે તરત જ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ઘટનાએ ઈ-કોમર્સ કંપનીઓની પેકેજિંગ અને ડિલિવરી પ્રક્રિયાઓને લઈને ઈન્ટરનેટ પર નવી ચર્ચા જગાવી છે.
દંપતીનું કહેવું છે કે તેઓએ બે દિવસ પહેલા એમેઝોન પરથી એક્સબોક્સ કંટ્રોલર મંગાવ્યો હતો પરંતુ પેકેટ ખોલવાની કોશિશ કરતા જ અંદર એક જીવતો સાપ જોઈને તેઓ ચોંકી ગયા. સરજાપુર રોડના રહેવાસી આ દંપતીએ જણાવ્યું કે તેઓએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી. તેમની પાસે એક સાક્ષી પણ છે.










