- દિલ્હીમાં વેલેન્ટાઇન ડેએ હળવા વરસાદની આગાહી
- 15મીએ સવાર સાંજ ધુમ્મસ
- દિલ્હી NCRમાં ઠંડી હવા વાશે. બર્ફીલી હવાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે
સતત પલટાતા હવામાનના લીધે હૂંફાળો તડકો અનુભવી રહેલા દિલ્હીવાસીઓ માટે આગામી છ દિવસ શિયાળો, ઉનાળો અને ચોમાસાનો અનુભવ કરાવનારા બની રહેવાના છે. અનુમાન છે કે આગામી અઠવાડિયે વધુ એક વાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દિલ્હીના હવામાન પર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી છે કે દિલ્હી NCRમાં ઠંડી હવા વાશે. બર્ફીલી હવાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે; જોકે, ફરીથી ઠંડી વધી શકે છે. હવામાન વિભાગ અનુસાર, એક અઠવાડિયામાં તાપમાનનો પારો ચાર ડિગ્રી જેટલો ઊંચો જશે પણ એ પહેલાં હવામાનમાં પલટો થશે. આખો દિવસ તાપનો અનુભવ થશે, વાતાવરણ ખુશનૂમા થયું છે પણ સવારે અને રાત્રે કડકડતી ઠંડી પણ પડી રહી છે.
ભારતીય હવામાન વિભાગે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 13 અને 14 ફેબ્રુઆરીએ વરસાદની ભવિષ્યવાણી કરી છે. પરંતુ તેના આગળના દિવસે 12 ફેબ્રુઆરીએ તડકો નીકળવાની આગાહી કરી છે. જેનાથી પારો ઊંચો જશ અને તાપમાનમાં વધારો થશેે. આના પરિણામે હવામાનમાં વારેવારે પલટા જોવા મળશે. પહેલાં, એટલે કે 11 ફેબ્રુઆરીએ ઠંડી હવાના સપાટા, બાદમાં તડકો, અને ત્યાર બાદ બે દિવસ વરસાદ. IMDએ જણાવ્યું કે વેલેન્ટાઇન ડેએ દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે.










