- ઈઝરાયેલ-હમાસ યુદ્ધની ચામડા ઉદ્યોગ પર સીધી અસર
- યુદ્ધને કારણે શિપિંગ ઉદ્યોગને થઈ શકે છે મોટી અસર
- ભવિષ્ય અંગે કોઈ દાવો અત્યારે થઈ શકે નહીં
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષના કિસ્સામાં, ઉત્તર પ્રદેશના કાનપુરના ચામડા ઉદ્યોગ પર માઠી અસર થઈ છે. હવે આ વસ્તુ એના પર નિર્ભર કરે છે કે, આ યુદ્ધ કેટલો સમય ચાલું રહે છે. આ ઘણા પરિબળો પર આધાર રાખે છે. કાનપુરનો ચામડા ઉદ્યોગ ગ્લોબલ સપ્લાય ચેઈન પર આધાર રાખે છે. જેમાં ઈઝરાયેલ અને મધ્ય પૂર્વના એકસપોર્ટનો પણ સમાવેશ થાય છે. જો સંઘર્ષ થાય છે, તો શિપિંગ માર્ગો અને પરિવહનમાં વિક્ષેપ સપ્લાય ચેઇનને અસર કરી શકે છે. ઉત્પાદન અને નિકાસ બંનેને અસર કરે છે.
આવકમાં ઘટાડો થઈ શકે
કાનપુરમાં ચામડાનો ઉદ્યોગ સ્થાનિક અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ઈઝરાયેલ અને મધ્ય પૂર્વમાં નિકાસમાં કોઈપણ વિક્ષેપ આર્થિક પડકારોનું કારણ બની શકે છે, જેમાં સંભવિત નોકરીની ખોટ અને પ્રદેશની આવકમાં ઘટાડો સામેલ છે. જો આ યુદ્ધ લાબું ચાલ્યું તો આ ઉદ્યોગને માઠી અસર પહોંચી શકે છે. ક્રિસમસની સીઝન ચામડાના ઉદ્યોગ માટેનો મેઈન પીરીયડ હોય છે. જ્યારે સૌથી વધારે ચામડાની માંગ ઊભી થાય છે. આ યુદ્ધના કારણે આખી સપ્લાય અને ચેન સિસ્ટમને મોટી અસર થઈ શકે છે. આર્થિક રીતે નુકસાન પણ થઈ શકે છે. માત્ર ભારત જ નહીં યુદ્ધમાં સામેલ અન્ય દેશને પણ આની અસર થઈ શકે છે.
સરકારી પોલીસી ઉપર પણ અસર
સરકારી પોલીસી અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર સમજુતી ઉપર પર આની અસર થઈ છે. ફાયરિંગ અને બોંબમારો ખતમ થયા બાદ વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવી શકે છે. પણ યુદ્ધ જેવા માહોલમાં ચામડાના વેપાર પર સીધી અસર થઈ છે એમ કહી શકાય છે. આગામી સમયમાં આ ઉદ્યોગમાં શું થશે એ અત્યારથી કહેવું કઠિન છે. જોકે, દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં યુદ્ધ થાય એની પહેલી અસર વેપાર ઉપર થાય છે.









