- કેરળના પથનમથિટ્ટામાં સાર્વજનિક રેલીને કર્યુ સંબોધન
- પીએમએ કોંગ્રેસ અને વિરોધી પક્ષો પર કર્યા પ્રહાર
- કહ્યું કેરળમાં કમળ ખીલવા જઇ રહ્યું છે
પીએમ મોદી તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર બાદ કેરળ પહોંચ્યા હતા. કેરળના પથનમથિટ્ટામાં તેઓએ સાર્વજનિક રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે જનતાનો ઉત્સાહ અને ઉમંગ જોતા કહ્યું કે આ વખતે કેરળમાં કમળ ખીલવા જઇ રહ્યું છે.
કેરળમાં કાયદો-વ્યવસ્થા કથળી- પીએમ મોદી
પીએમ મોદી સભા સંબોધતા કહ્યું કે કેરળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બહુ ખરાબ છે. ચર્ચના પાદરી પણ હિંસાનો શિકાર થઇ રહ્યા છે. મહિલાઓ, યુવાનો અને દરેક વર્ગ મહિલાઓ, યુવાનો અને સમાજનો દરેક વર્ગ ભયમાં જીવી રહ્યો છે અને રાજ્ય સરકારમાં બેઠેલા લોકો શાંતિથી સૂઈ રહ્યા છે.
કોંગ્રેસ- ડાબેરીઓએ કેરળને લૂંટ્યુ- પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે જે રાજકીય પક્ષોનો એજન્ડ઼ા માત્ર સત્તા હાંસલ કરવાનો છે તે લોકોના કલ્યાણ માટે ક્યારેય કામ કરી શકતા નથી. એલડીએફ અને યુડીએફ અહીં એકબીજા સાથે લડવાનું નાટક કરે છે પરંતુ દિલ્હીમાં તેઓ એકબીજાને ગળે મળે છે. કોંગ્રેસ અને ડાબેરીઓ કેરળને લૂંટી લીધું છે. કેરળના લોકો આ સમજી ગયા છે.
લૂંટના ખેલ રોકવા આશીર્વાદ લેવા આવ્યો- પીએમ મોદી
જાહેર રેલીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેરળની સંસ્કૃતિ આધ્યાત્મિકતા સાથે સંકળાયેલી છે, પરંતુ UDF અને LDF વિશ્વાસને કચડી નાખવા માટે જાણીતા છે. કેરળની સંસ્કૃતિ શાંતિને પ્રોત્સાહન આપે છે પરંતુ UDF અને LDF રાજકીય હિંસામાં માને છે. LDFની ઓળખ સોના લૂંટવાની જ છે. યુડીએફની ઓળખ સૌર ઉર્જા લૂંટની છે. આ લૂંટના ખેલને રોકવા માટે આજે હું તમારા આશીર્વાદ માંગવા આવ્યો છું.









