• 1988ના રોડરેજ કેસમાં સજા ફટકારી
  • કોંગ્રેસ નેતાએ કહ્યું- સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરશે
  • સિદ્ધુની ધરપકડ થશે અથવા તો તેઓ સરેન્ડર કરશે

1988ના રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સજા મળ્યા બાદ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ એ પોતાની પ્રતિક્રિયા આપી છે. સિદ્ધુએ કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરશે. હવે સિદ્ધુની કાં તો ધરપકડ કરાશે અથવા તો પછી તેઓ સરેન્ડર કરશે. હાલ સિદ્ધુ પટિયાલામાં હાજર છે. તેમણે ગુરૂવાર સવારે મોંઘવારીના મુદ્દા પર કેન્દ્રની સામે હાથી પર બેસીને પ્રદર્શન કર્યું હતું.

પંજાબના પટિયાલામાં 1988માં આ ઘટનામાં ગુરનામ સિંહનું મોત થયું હતું. સિદ્ધુ અને તેમના મિત્ર કંવર સિંહ સંધુને પંજાબ હરિયાણા હાઈકોર્ટે હત્યા માટે દોષિત માનતા 3-3 વર્ષની જેલની સજા કરી હતી. પરંતુ જુલાઈ 2018માં સુપ્રીમ કોર્ટે સંધુને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે સિદ્ધુને માત્ર હુમલાનો દોષિત ગણવામાં આવ્યા હતા અને માત્ર એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

તેમની સામે ગુરનામ સિંહના પરિવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરિવારે નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરી હતી. 13 સપ્ટેમ્બર 2018ના રોજ કોર્ટે વિચારણા માટે અરજી સ્વીકારી. પરંતુ ત્યારબાદ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે તે માત્ર સજા વધારવાની માંગ પર જ વિચાર કરશે. આનો મતલબ એ થયો કે સિદ્ધુ પર હત્યાના આરોપ પર ફરીવાર સુનવણી થશે નહીં


  • Follow us on: