- દિલ્હીમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ
- સોનિયા ગાંધી, રાહુલગાંધી અને મલ્લિકાર્જુન ખડગે હાજર
- ઇલેક્ટ્રોરલ બોન્ડને લઇને કર્યા પ્રહાર
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ માહોલ ગરમાઇ રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસે ઇલેક્ટ્રોરલ બોન્ડ મુદ્દે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ દિલ્હીમાં પત્રકાર પરિષદ સંબોધી હતી.
ઈલેકટરોલ બોન્ડથી દેશની છબી ખરાબ થઈ :ખડગે
સૌ પ્રથમ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંબોધન કરતા જણાવ્યું કે લોકશાહી માટે નિષ્પક્ષ ચૂંટણી જરૂરી છે. એવું ન હોવું જોઈએ કે સત્તામાં રહેલા લોકોનો સંસાધનો પર ઈજારો હોવો જોઈએ, એવું ન હોવું જોઈએ કે મીડિયા પર તેમનો ઈજારો હોવો જોઈએ, એવું ન હોવું જોઈએ કે સત્તાધારી પક્ષનો બંધારણીય અને ન્યાયિક એજન્સીઓ જેવી કે ED, ચૂંટણી પંચ પર પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ હોવો જોઈએ. તેમણે કહ્યું કે કમનસીબે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી, ચૂંટણી બોન્ડને લઈને જે તથ્યો બહાર આવ્યા છે તે ચિંતાજનક અને શરમજનક છે. તેનાથી દેશની છબીને ઠેસ પહોંચી છે. છેલ્લા 70 વર્ષમાં આપણા દેશમાં જે નિષ્પક્ષ ચૂંટણીઓ અને સ્વસ્થ લોકશાહીનું નિર્માણ થયું છે તેના પર સવાલ ઉઠ્યા છે.દેશમાં 70 વર્ષથી નિષ્પક્ષ ચૂંટણીની છબી બનાવી હતી પણ આજે આ છબીને ઠેસ પહોંચી છે.
કોંગ્રેસને આર્થિક નબળી કરવાનો પ્રયાસ- સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા., તેમણે કહ્યું કે આ મુદ્દો સમગ્ર લોકતંત્ર પર અસર કરે છે. કોંગ્રેસને આર્થિક રીતે નબળી કરવા માગે છે.
'ખાતાઓ ફ્રિઝ નહી, લોકશાહી ફ્રિઝ- રાહુલ ગાંધી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા નથી પરંતુ ભારતની લોકશાહીને ફ્રીઝ કરવામાં આવી રહી છે. એક મહિના પહેલા કોંગ્રેસના તમામ ખાતા સ્થગિત કરવામાં આવ્યા હતા. જ્યારે અમારા ખાતા સ્થગિત કરવામાં આવ્યા ત્યારે કોઈએ કંઈ કર્યું નહીં.









