• મલ્લિકાર્જુન ખડગેએ CWCની નવી ટીમની જાહેરાત કરી
  • કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડનાર શશિ થરૂર અને રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટનો સમાવેશ
  • રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, એકે એન્ટની, અંબિકા સોની, મીરા કુમાર અને દિગ્વિજય સિંહનું નામ પણ સામેલ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ CWCની નવી ટીમની જાહેરાત કરી છે. ખડગેએ તેમની સામે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડનાર શશિ થરૂર અને રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટને પણ પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ સિવાય ગાંધી પરિવારના ત્રણેય ચહેરાઓને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાખવામાં આવ્યા છે. આ ટીમમાં ખડગે બાદ સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું નામ છે. તે પછી રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, એકે એન્ટની, અંબિકા સોની, મીરા કુમાર અને દિગ્વિજય સિંહનું નામ પણ સામેલ છે.

ખડગેની ટીમમાં કોને સ્થાન મળ્યું?

[[$googlead]]

[[$alsoread]]

1- મલ્લિકાર્જુન ખડગે, 2- સોનિયા ગાંધી, 3- ડૉ.મનમોહન સિંહ, 4- રાહુલ ગાંધી, 5- અધીર રંજન ચૌધરી, 6- એકે એન્ટોની, 7- અંબિકા સોની, 8- મીરા કુમાર 9- દિગ્વિજય સિંહ, 10- પી ચિદમ્બરમ, 11- તારિક અનવર, 12- લલથાનહાવલા, 13- મુકુલ વાસનિક, 14- આનંદ શર્મા, 15- અશોકરાવ ચવ્હાણ, 16- અજય માકન, 17- ચરણજીત સિંહ ચન્ની, 18- પ્રિયંકા ગાંધી વાડ્રા, 19- કુમારી સેલજા, 20- ગાયખાંગમ ગંગમાઈ, 21- એન રઘુવીરા રેડ્ડી, 22- શશિ થરૂર, 23- તામ્રધ્વજ સાહુ, 24- અભિષેક મનુ સિંઘવી, 25- સલમાન ખુર્શીદ, 26- જયરામ રમેશ, 27- જિતેન્દ્ર સિંહ


  • Follow us on: