- એમ્સ મેડિકલ બોર્ડે યોગ્ય સારવાર થઈ હોવાનું જણાવ્યું
- થુથુકુડીમાં પોલીસ ગોળીબારકાંડ માટે અધિકારીઓને જવાબદાર ગણાવ્યા
- 2016માં ન્યાયમૂર્તિ એ અરુમુઘસ્વામીના વડપણ હેઠળ તપાસ પંચ રચાયું હતું
તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનાં મૃત્યુની પરિસ્થિતિઓની તપાસ કરી રહેલી પેનલે જયલલિતાનાં મોત માટે તેની ગાઢ સાથીદાર શશિકલાને દોષિત ગણાવી છે. 2016માં રચવામાં આવેલા ન્યાયમૂર્તિ એ અરુમુઘસ્વામી તપાસ પંચે પોતાના રિપોર્ટને સમાપ્ત કરતાં જણાવ્યું હતું કે વીકે શશિકલાની ભૂલ શોધવી પડશે. પેનલે આ તપાસની ભલામણ કરી હતી. તમિલનાડુ સરકારે વિધાનસભામાં જયલલિતાનાં મોત અને થુથુકુડીમાં 2018માં પોલીસ ફાયરિંગની પરિસ્થિતિઓની તપાસ કરી રહેલાં અલગ-અલગ તપાસ પંચનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જો કે પેનલે શશિકલાની સાથે અન્ય કેટલાક લોકોનાં પણ નામ લીધાં છે. જસ્ટિસ અરુણા જગદીશન કમિશન ઓફ ઇન્કવાયરીએ 2018માં સ્ટરલાઇટ વિરોધી પ્રદર્શનકારીઓ પર થુથુકુડીમાં પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો તેની તપાસ કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ ગોળીબારમાં 13 લોકોના જીવ ગયાં હતાં.
એમ્સ મેડિકલ બોર્ડે યોગ્ય સારવાર થઈ હોવાનું જણાવ્યું










