- નેઝલ વેક્સિનની કિંમત થઈ નક્કી
- 800 રૂપિયા +5 % GST લેવાશે
- 18 વર્ષથી વધારેની ઉંમરનાને અપાશે વેક્સિન
કોરોનાના વધતા કેસની સાથે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. તેમાં હવે ઈન્ફેક્શનના સિવાય નાક દ્વારા અપાતી નેઝલ વેક્સિનની મંજૂરી મળી હતી. હાલમાં મળતી માહિતિના આધારે INCOVACC વેક્સિનની કિંમત 800 રૂપિયા +5 ટકા જીએસટી નક્કી કરાઈ છે. આ કિંમતો સરકારે નક્કી કરી છે. કંપની ઈચ્છે છે કે વેક્સનની કિંમતને 1000 રૂપિયા રાખવામાં આવે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે હાલમાં ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મંજૂરી આપી છે. તેનું નામ iNCOVACC છે. કોવિન પ્લેટફોર્મ પર આ વેક્સિન ઉપલબ્ધ છે. આ વેક્સિન 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને અપાશે. નાકથી અપાતી આ વેક્સિનને બૂસ્ટર ડોઝ બાદમાં પણ લઈ શકાશે.
18 વર્ષથી વધારેની ઉંમરનાને અપાશે વેક્સિન
હાલમાં ભારત બાયોટેકની કોવેક્સીન, સીરમ ઈન્સ્ટિટ્યૂટના કોવિશીલ્ડ અને કોવોવૈક્સ, રશિયા સ્પુતિનિક વી અને બાયોલોજિકલ ઈ લિમિટેડની કૉર્બેવેક્સ વેક્સિન કોવિન પોર્ટલ પર લિસ્ટેડ છે. ભારત બાયોટેકે 6 સપ્ટેમ્બરે ડાહેરાત કરી હતી કે તે દુનિયાની પહેલી ઈન્ટ્રાનેઝલ કોવિડ 19 વેક્સિન iNCOVACC (BBV154)ને ડીજીસીઆઈની તરફથી 18 વર્ષથી ઉપરના લોકોને ઈમરજન્સી માટે ઉપયોગમાં લઈ શકશે.
કેવી રીતે અપાશે વેક્સિન
આ વેક્સિન નાકની મદદથી સ્પ્રે કરીને આપવામાં આવે છે એટલે કે તમારે હાથ પર રસી લેવાની રહેશે નહીં. આ વેક્સિનના પણ 2 ડોઝ લેવાના રહેશે. મળતી માહિતિ અનુસાર રાજ્ય કે કેન્દ્ર સરકારે ખરીદી માટે અપીલ કરી નથી, અન્ય દેશથી મંજૂરી મળ્યા બાદ iNCOVACCને અન્ય દેશમાં વેક્સિનને નિકાસ કરવાની યોજના બનાવાશે. આ ઈન્ટ્રોનેઝલને ભારતમાં 18 વર્ષ અને તેનાથી વધારેની ઉંમરના લોકોને માટે બૂસ્ટર ડોઝ માટે ઈમરજન્સી ઉપયોગ માટે CDSCOની મંજૂરી પણ મળી છે. વેક્સિનને વોશિંગ્ટન વિશ્વવિદ્યાલય, સેન્ટ લુઈસની સાથે ભાગીદારીમાં તૈયાર કરવામાં આવી છે.









