દિવ્યાંગ વ્યક્તિઓ માટે સંપૂર્ણ સુલભતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણથી પ્રેરિત થઈને અને કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવેલ મિશન "અંત્યોદય" ને સાકાર કરવાની દિશા તરફ એક પગલું ભરતા, રેલ્વે મંત્રાલયે આજે દિવ્યાંગોને સુગમ્ય ભરતી વેબસાઈટ www.rrbapply.gov.in શરૂ કરી છે.
વેબસાઈટનો શુભારંભ આજે મુંબઈ ખાતે કરવામાં આવ્યો
આ વેબસાઈટ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ કોઈપણ સહાય વિના રેલવેની ખાલી જગ્યાઓ માટે તેમની નોકરીની અરજીઓ ઓનલાઈન સબમિટ કરી શકશે. આ વેબસાઈટ આંતરરાષ્ટ્રીય સુલભતા ધોરણો સાથે સંપૂર્ણ રીતે અનુરૂપ છે અને દિવ્યાંગ વ્યક્તિઓને સશક્ત બનાવવા પ્રત્યે રેલવેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ વેબસાઈટનો શુભારંભ આજે મુંબઈમાં ભારતભરના તમામ રેલ્વે ભરતી બોર્ડના અધ્યક્ષોની સમીક્ષા બેઠક દરમિયાન રેલ્વે મંત્રાલયના એડિશનલ મેમ્બર (સ્ટાફ) પ્રમીલા એચ. ભાર્ગવ દ્વારા કરવામાં આવ્યો હતો.
2 સપ્ટેમ્બરે જ દેશની સેમી-હાઈ સ્પીડ વંદે ભારત પહેલાથી જ અપગ્રેડ કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ મુસાફરોને ટ્રેનમાં લક્ઝરી સ્લીપર કોચ જેવી સુવિધા મળશે. રેલ્વેએ તસવીર જાહેર કરી અને વંદે ભારતના સ્લીપર કોચનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાની જાણકારી આપી છે. થોડા દિવસોમાં આ ટ્રેન બેંગલુરુની BEML ફેક્ટરીથી રવાના થશે, જો કે પેસેન્જર કામગીરીની તપાસમાં ત્રણ મહિના લાગી શકે છે.
રેલ્વેએ આ ટ્રેનમાં આપી છે આધુનિક સુવિધાઓ
તમને જણાવી દઈએ કે રેલ્વેએ આ ટ્રેનમાં એવી આધુનિક સુવિધાઓ આપી છે, જે દેશની અન્ય કોઈ ટ્રેનમાં જોવા નહીં મળે. ફર્સ્ટ એસી કોચમાં પહેલીવાર મુસાફરોને ન્હાવા માટે ગરમ પાણીની સુવિધા મળશે. સૂવા માટેની સ્લીપર સીટો અન્ય એક્સપ્રેસ ટ્રેનો કરતા મોટી છે. આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, પરંતુ કોચમાં સૂઈ રહેલા અને બેઠેલા મુસાફરોને તેનો અનુભવ નહીં થાય.
વિકલાંગ મુસાફરો માટે વિશેષ બર્થ અને શૌચાલય
વંદે ભારતની સ્લીપર કોચ ટ્રેનમાં તમામ વર્ગના મુસાફરોને અનુલક્ષીને સુવિધાઓ આપવામાં આવી છે. કોચમાં દિવ્યાંગો માટે અલગથી બર્થની સુવિધા હશે. તેમનું ટોયલેટ પણ અલગ બનાવવામાં આવ્યું છે. રેલવેએ આ ટ્રેનને સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરી છે. આ ઉપરાંત વંદે ભારત સ્લીપર ટ્રેનમાં યાત્રીઓની સુરક્ષાની સાથે લોકો પાયલટ અને એટેન્ડન્ટની સુવિધાઓનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. લોકો કેબમાં સુધારો કરવામાં આવ્યો છે અને ટ્રેન અથડામણ વિરોધી આર્મર સિસ્ટમથી પણ સજ્જ છે.