-
જેલમાં જ રહેશે JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા
-
ઉમર ખાલિદને કોર્ટથી કોઈ રાહત નહી
-
ખાલિદે હિંસા માટે લોકોને ઉશ્કેર્યા હતા
દિલ્હીમાં 2020ની હિંસામાં ષડયંત્ર રચવા અને ભડકાઉ ભાષણ આપવના કેસમાં જેલમાં બંધ જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદની જામીન અરજીને કડકડડૂમા કોર્ટે ફગાવી દીધી છે.
પોલીસે UAPA અંતર્ગત ઉમર ખાલિદની ધરપકડ કરી હતી. આ મામલે દિલ્હી પોલીસે ઉમર ખાલિદને મુખ્ય ષડયંત્રકાર દર્શાવીને ધરપકડ કરી હતી. પોલીસે પોતાની ચાર્જશીટમાં દર્શાવ્યું હતું કે, ઉમર ખાલિદ અનેક વ્હોટ્સઅપ ગ્રુપમાં મેમ્બર હતો. જેના થકી હિંસાનું ષડયંત્ર રચવામાં આવ્યું. ઉમર ખાલિદે જ હિંસા માટે લોકોને ઉશ્કેર્યા હતા.
દિલ્હિ પોલીસે ઉમર ખાલિદ ઉપરાંત શરજીલ મામ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાળ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ, દિલ્હીના હિંસા પૂર્વાનુયોજિત અને ષડયંત્રોનો ભાગ હતી, જે આરોપીઓ દ્વારા રચવામાં આવી હતી.
જણાવી દઈએ કે, સીએએ અને નેશનર રજિસ્ટર ઑફ સિટીઝન્સના વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન હિંસા ભડકી હતી. જેમાં 53 લોકો માર્યા ગયા હતા, જ્યારે 700થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ખાલિદ ઉપરાંત જેએનયુ વિદ્યાર્થી નતાશા નરવાલ, દેવાંગના કલિતા, જામિયા સમન્વય સમિતિના સભ્ય સફૂરા જરગર, આપના પૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈન સહિત અનેક લોકો પર સખ્ત ધારાઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.