એક વાર ફરી કોરોનાએ ડાકલા વગાડવા શરૂ કરી દીધા છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાના આંકડાઓ સતત સતાવાર રીતે જાહેર કરી રહ્યા છે. કોવિડના એક્ટિવ કેસની સંખ્યા હાલમાં દેશમાં 3,395 પર પહોંચી ચુકી છે. જ્યારે 24 કલાકમાં કોરોનાએ 4 લોકોનો ભોગ લીધો છે. કેરળમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે.


કેરળમાં 1336 એક્ટિવ કેસ છે

કેરળમાં 1336 એક્ટિવ કેસ છે, કર્ણાટક સરકારે એક સર્ક્યુલર બહાર પાડ્યો છે જેમાં કેવામાં આવ્યુ છે કે સાવધાની એ જ સમજદારી. સતત હાથ ધોતા રહો, સ્વચ્છતા જોળવો સહેજ પણ કોરોના જેવા સામાન્ય લક્ષણ લાગે તો તાત્કાલીક ટેસ્ટ કરાવો. સોશિયલ ડિસ્ટન્સ જાળવો. જરૂરી લાગે તો જ ભીડભાડવાળી જગ્યાએ જાવ. ઘરના બાળકો અને વડીલોની ખાસ કાળજી રાખો. શિષ્ટાચારનું પાલન કરો. માસ્ક પહેરો અને છીંક આવે તો મોં પર હાથ રાખો.

દિલ્હી, કેરળ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં એક એક વ્યક્તિનું મોત થઇ ચુક્યુ છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દિલ્હી, કેરળ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં એક એક વ્યક્તિનું મોત થઇ ચુક્યુ છે. દિલ્હીમાં 71 વર્ષીય વડીલનું મોત ન્યુમોનિયાના કારણે થયુ હોવાનુ કહેવાઇ રહ્યુ છે. કર્ણાટકમાં 63 વર્ષના દર્દીનું કેરળમાં 59 વર્ષના અને ઉત્તરપ્રદેશમાં 23 વર્ષના દર્દીનું મોત થયુ છે.

છેલ્લા કેટલાક સમયથી કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. 22 મેના ફક્ત 257 એક્ટિવ કેસ હતા જ્યારે 26મેના રોજ આ આંકડો વધીને 1010 પર પહોંચી ગયો અને હવે આ આંકડો 3395 થયો છે જે દર્શાવી રહ્યો છે કે કોરોનાના એક્ટિવ કેસમાં ખુબજ ઝડપથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 685 નવા કેસ આવ્યા છે.

તમિલનાડુ સરકારે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી

તમિલનાડુ સરકારે શ્વાસો શ્વાસને લગતી સામાન્ય બીમારીમાં પણ સતર્ક રહેવાની ખાસ સલાહ આપી છે. ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાની અપીલ કરી છે.

નોયડામાં કોરાના વાયરસના 14 નવા કેસ નોંધાયા

નોયડામાં કોરાના વાયરસના 14 નવા કેસ નોંધાયા છે તો એક્ટિવ કેસની સંખ્યા 57 પર પહોચી ગઇ છે.

ક્યા રાજ્યમાં કેટલા કેસ નોંધાયા?

કેરળમાં -1147, મહારાષ્ટ્રમાં-467, દિલ્હીમાં - 294, ગુજરાતમાં -223, તમિલનાડુમાં -148, કર્ણાટકમાં - 148, પશ્ચમ બંગાળમાં -116 કેસ નોંધાયા છે. 

  • Follow us on: