- ગુજરાત સહિત દેશમાં અનેક હોસ્પિટલમાં કોરોનાની મોકડ્રિલ શરૂ
- કોરોનામાં હોસ્પિટલમાં નાગરિકોની સુવિધા પૂરતા પ્રમાણમાં મળી રહે તે જરૂરી
- હોસ્પટલમાં કેવી તૈયારીઓ છે તે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ચકાસણી
આજે ગુજરાત સહિત દેશની તમામ હોસ્પિટલોમાં કોરોનાની મોકડ્રિલ શરૂ થઈ છે. આ મોકડ્રિલ માટે આરોગ્ય સચિવ અને આરોગ્ય અધિકારીઓ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ મનસુખ માંડવિયાએ બેઠક યોજી હતી. દેશની તમામ હોસ્પિટલો પછી તે સરકારી હોય કે પ્રાઈવેટ, દરેક જગ્યાએ આજે મોકડ્રિલ યોજાશે. કોરોનાના વધતા હાહાકાર વચ્ચે હોસ્પિટલમાં નાગરિકોની સુવિધા પૂરતા પ્રમાણમાં મળી રહે તે જરૂરી છે. આ સાથે જ કોરોનાને પહોચી વળવા માટે હોસ્પટલમાં કેવી તૈયારીઓ છે તે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં જે મોકડ્રિલ યોજાઈ છે તેમાં જાણો કઈ કઈ વસ્તુઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.
- ઓક્સીજન સિલિન્ડરની પૂરતી સુવિધા છે
- હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે
- શું N95 માસ્ક છે
- શું પીપીઈ કિટ છે
- તંત્ર કેટલું સજ્જ છે
- ઓક્સીજન, સપોર્ટ બેડની પણ થશે ચકાસણી
અમદાવાદમાં પણ કોરોનાને લઈને મોકડ્રિલ
દેશની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોનાને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદની SVP, VS, LG સહિત હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાશે. અહીં ઓક્સિજન, દવાઓ સહિતની વ્યવસ્થાની જાણકારી લેવાશે. આ મોકડ્રિલમાં મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહિતના અધિકારીઓ હાજર રહેશે. કોરોનાની લડાઈમાં જીત માટે IMAએ કહ્યું છે કે હાલમાં જે પણ અવ્યવસ્થા હશે તેને પૂરી કરાશે.
મોકડ્રિલની સાથે આ વાતો પર પણ અપાશે ભાર
- કોરોનાના વધતા કેસને લઈને દેશના તમામ એરપોર્ટ પર યાત્રીઓના કોરોના ટેસ્ટ કરાશે.
- IMAએ લોકોને ભ્રામક જાણકારીઓથી ન ગભરાવવાના આદેશ આપ્યા છે.
- દિલ્હી સરકારે સરકારી ટીચર્સની ડ્યૂટી એરપોર્ટ પર લગાવી છે અને તેઓએ નાગરિકો કોરોના પ્રોટોકોલનું પાલન કરે છે કે નહીં તે ધ્યાન રાખવાનું રહેશે.
- સરકારે આદેશ આપ્યા છે કે બાર, રેસ્ટોરાં, બરમાં એ લોકોને પ્રવેશ મળશે જેઓએ વેક્સિનના 2 ડોઝ લઈ લીધા છે. આ સિવાય નવા વર્ષે બેસવાની ક્ષમતાને લઈને પણ સાવધાની રાખવા કહેવાયું છે.
- સરકારે આદેશ આપ્યા છે કે નવા વર્ષની ઉજવણી 1 જાન્યુઆરીએ રાતે 1 વાગ્યા સુધી ખતમ કરી દેવી.









