- રાહુલ ગાંધીએ વિચાર માટે માગ્યો સમય
- બેઠકમાં સાંસદોએ કરી માંગ
- કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં પ્રસ્તાવ પાસ
પાર્ટીની CWC મીટિંગ પછી કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે CWC (કોંગ્રેસ વર્કિંગ કમિટી) એ સર્વસંમતિથી રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ લેવા વિનંતી કરી હતી. રાહુલજી આ અભિયાનનું નેતૃત્વ કરવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ એક ઠરાવ પસાર કર્યો છે કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. આ મુદ્દે રાહુલ ગાંધીએ જવાબમાં કહ્યું કે મને વિચારવા માટે સમય જોઈએ છે.
18મી લોકસભાની રચના માટે આજે યોજાઈ હતી વર્કિંગ કમિટીની બેઠક
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે 18મી લોકસભાની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી 9 જૂને સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. તે જ દિવસે તેમની કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓ પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે. અહીં, ઈન્ડિયા બ્લોક સંસદમાં મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. કોંગ્રેસે ચૂંટણી પરિણામો પર ચર્ચા કરવા માટે આજે CWCની બેઠક બોલાવી હતી. CWCની બેઠક દરમિયાન કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. પોતાના સાંસદોની આ માંગ પર રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને આ વિશે વિચારવા માટે થોડો સમય જોઈએ છે. કોંગ્રેસની આજની બેઠક ખાસ કરીને આવનારા સમય માટેની રણનીતિ તૈયાર કરવા માટે રખાઈ હતી.