• ગુજરાત પર ચક્રવાત અસનાનો ખતરો
  • ઑગષ્ટમાં સર્જાનારુ દુર્લભ ચક્રવાત
  • અગાઉ છેલ્લે 1976માં જોવા મળ્યુ હતું આવુ વાવાઝોડું 

આપણે જોઇએ છીએ એક બાદ એક ચક્રવાતી તોફાન આવી રહ્યા છે. વાયુ, તાઉતે, બિપર જૉય અને બીજા ઘણા બધા. અપર એર સરક્યુલિક સિસ્ટમ સક્રિય થતા ચક્રવાત ઉદભવે છે. ત્યારે ઑગષ્ટ માસમાં વધુ એક ચક્રવાતનો ખતરો ગુજરાત પર મંડરાઇ રહ્યો છે. આ ચક્રવાતનું નામ છે અસના. આ ચક્રવાતને હવામાન વિભાગે દુર્લભ ગણાવ્યું છે. આવુ કેમ ? આવો જાણીએ.

આ ચક્રવાત દુર્લભ કેવી રીતે ?

આ દુર્લભ ચક્રવાત હોવાનું એક કારણ એ પણ છે કે ઑગષ્ટ મહિનામાં ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ચક્રવાત એક્ટિવ થઇ રહ્યુ છે. જે આજે અરબી સમુદ્ર ઉપરથી ઓમાન તટ તરફ આગળ વધવાની સંભાવના છે. આ અંગે ભારતીય હવામાન વિભાગના જણાવ્યાનુસાર શુક્રવારે અરબી સમુદ્રમાં એક અસામાન્ય ચક્રવાત બનવા જઈ રહ્યું છે. 1976 પછી ઓગસ્ટમાં સર્જાનારુ પ્રથમ ચક્રવાત છે. અસના નામનું ચક્રવાત ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાંથી ઓમાનના દરિયાકાંઠે આગળ વધે તેવી શક્યતા છે.

આઈએમડીના એક વૈજ્ઞાનિકે કહ્યું કે વર્તમાન વાવાઝોડાની અસામાન્ય વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેની તીવ્રતા એટલી જ છે. ઉષ્ણકટિબંધીય તોફાન બે એન્ટિસાયક્લોન્સ વચ્ચે સ્થિત છે - એક તિબેટીયન ઉચ્ચપ્રદેશ પર અને બીજું અરબી દ્વીપકલ્પ પર, તેમણે જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છ પરના ડીપ ડિપ્રેશનને કારણે ભારે વરસાદ થઇ રહ્યો છે.


પહેલા 1976માં સર્જાયુ હતુ આવુ ચક્રવાત

મળતી માહિતી મુજબ 1976નું ચક્રવાત ઓડિશા પર વિકસિત થયું હતું. જે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને અરબી સમુદ્રમાં ઉભરી આવીને લૂપિંગ ટ્રેક બનાવ્યું. અને અંતે ઓમાનના કિનારે ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર નબળું પડ્યું હતું,

કોણે પાડ્યુ આસના નામ ?

IMDના જણાવ્યાનુસાર આ ચક્રવાતી વાવાઝોડું ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવશે અને પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં ઓમાનના કિનારા તરફ આગળ વધશે. ચક્રવાતનું નામ અસના રાખવામાં આવ્યુ છે જે નામ પાકિસ્તાને સૂચવ્યું છે.

અગાઉ કેટલા દુર્લભ ચક્રવાત ઉદ્ભવ્યા ?

  • હવામાન વિભાગે કહ્યું કે 1976 પછી ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં સર્જાતું આ પહેલું ચક્રવાતી તોફાન હશે. IMDએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાનનો વિકાસ એક દુર્લભ પ્રવૃત્તિ છે.
  • 1944નું ચક્રવાત પણ અરબી સમુદ્રમાં ઉદભવ્યા પછી તીવ્ર બન્યું હતું અને બાદમાં મધ્ય મહાસાગરમાં નબળું પડ્યું હતું.
  • 1964 માં, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એક નાનું ચક્રવાત વિકસિત થયું અને દરિયાકાંઠાની નજીક નબળું પડ્યું.
  • છેલ્લા 132 વર્ષો દરમિયાન બંગાળની ખાડીમાં ઓગસ્ટ મહિનામાં આવી કુલ 28 સિસ્ટ એક્ટિવ થઇ હતી.

વાવાઝોડામાં આજે થઇ શકે પરિવર્તિત !

IMDના ડેટા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં આ વર્ષે 1 જૂનથી 29 ઓગસ્ટ વચ્ચે 799 mm વરસાદ નોંધાયો છે, જે આ સમયગાળા દરમિયાન સામાન્ય કરતાં 86 ટકા વધુ વરસાદ થયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં વધુમાં જણાવાયું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાની અને કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં એક્ટિવ થઇને શુક્રવારે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.

  • Follow us on: