• બિહારના મુખ્યમંત્રીના પીએમ પદના ઉમેદવાર જાહેર કરવા ફરી ઉઠી માંગ 
  • JDUના ધારાસભ્ય રીન્કુ સિંહે વિડીયો જાહેર કરી માંગ કરી 
  • દેશમાં બીજો કોઈ યોગ્ય ઉમેદવારનો ચહેરો નથી: ધારાસભ્ય રીન્કુ સિંહ 

“સીએમ નીતિશ કુમાર સિવાય કોઈ છૂટકો નથી. અને એવો કોઈ ચહેરો પણ નથી જે INDI ગઠબંધનને જિતાડી શકે છે. એટલે મુખ્યમંત્રી નીતિશકુમારને કાળની બેઠકમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ.” આ કોઈ સામાન્ય વ્યક્તિની ટિપ્પણી કે માંગ નથી. મુખ્યમંત્રી નીતિશકુમારને જનતા દળ (યુનાઈટેડ)ના ધારાસભ્ય રીન્કુ સિંહે દિલ્હીમાં થનાર INDI ગઠબંધનની બેઠક પહેલા આ માંગ કરી છે. સીએમ નીતિશકુમાર સોમવારે સાંજે 4 વાગે દિલ્હી જવા રવાના થઈ ગયા છે. આ બેઠક માટે લાલુ પ્રસાદ યાદવ પણ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન JDU ધારાસભ્યએ વિડીયો મેસેજ દ્વારા આ માંગ કરી છે.

નીતિશ કુમારને ઉમેદવાર બનાવવા જ પડશે

વાલ્મિકીનગર વિધાનસભા બેઠક પરથી JDUના ધારાસભ્ય રિંકુ સિંહે સીએમ નીતિશકુમારને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે હવે યોગ્ય સમય આવી ગયો છે. નીતિશ કુમારને INDI એલાયન્સે ઉમેદવાર બનાવવા જ પડશે. આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. JDU ધારાસભ્યના આ નિવેદનની INDI ગઠબંધનની બેઠક પર કેટલી અસર પડશે તે તો સમય જ કહેશે.

નીતિશકુમાર સિવાય કોઈ સારો ચહેરો નથી: રીન્કુ સિંહ

ધારાસભ્ય રિંકુ સિંહે વિડીયો જાહેર કરીને કહ્યું છે કે જો 2024માં INDI એલાયન્સે જીતવું હોય તો તો દેશમાં આ પદ માટે નીતિશ કુમારથી વધુ સારા ઉમેદવાર કોઈ બીજો નથી. JDU ધારાસભ્યની આ માંગ બાદ રાજકારણ તેજ થઈ ગયું છે. JDU પહેલાથી જ સીએમ નીતિશકુમારને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ગણાવી રહી છે. JDU નેતાઓનું માનવું છે કે સીએમ નીતિશકુમારમાં વડાપ્રધાન બનવાના તમામ ગુણો છે. અહીંના લોકો પણ ઈચ્છે છે કે દેશના આગામી વડાપ્રધાન બિહારના જ હોય. જો કે સીએમ નીતિશકુમાર આ વાતને નકારી રહ્યા છે. તેઓ ઘણી વખત કહી ચૂક્યા છે કે તેઓ પીએમ બનવા માંગતા નથી.


  • Follow us on: