• રક્ષામંત્રી રાજનાથ સિંહ અરુણાચલ પ્રદેશના તવાંગમાં
  • સૈન્યો સાથે શસ્ત્ર પૂજા કરીને વિજયાદશમીની કરી ઉજવણી
  • બુમ લાથી સરહદની બીજી તરફ ચીની PLA ચોકીઓ નિહાળી

રક્ષામંત્રી રાજનાથ સિંહ અરુણાચલ પ્રદેશના તવાંગમાં સૈન્યો સાથે વિજયાદશમી પર્વની ઉજવણી કરી હતી. સરહદ પર તૈનાત સૈનિકોને પ્રોત્સાહિત કરતા તેમણે કહ્યું કે તમે સરહદોને સુરક્ષિત રાખી છે, તેથી જ વિશ્વની સામે ભારતનું કદ ઝડપથી વધી રહ્યું છે. જો તમે દેશની સરહદો સુરક્ષિત ન રાખી હોત તો ભારતનું આ કદ શક્ય ન હોત.


[[$googlead]]

સરહદોની સુરક્ષા થકી દેશની વૃદ્ધિ થઇ

[[$alsoread]]

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે તમે સરહદોને સુરક્ષિત રાખી છે અને તેથી જ વિશ્વ સમક્ષ ભારતનું કદ ઝડપથી વધી રહ્યું છે. તમામ વિકસિત દેશો એ વાસ્તવિકતા સ્વીકારે છે કે છેલ્લાં 8-9 વર્ષમાં ભારતનું કદ વધ્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં જો ભારતનું કદ વધ્યું છે, ભારતે આર્થિક વિકાસ કર્યો છે, તે ખરેખર મહત્વનું છે પરંતુ જો તમે દેશની સરહદ સુરક્ષિત ન રાખી હોત તો આ કદ શક્ય ન હોત..."

સૈન્યોનો આભાર માનીએ તેટલો ઓછો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે 24 ઓક્ટોબરે ચીનની સરહદે અરુણાચલ પ્રદેશના તવાંગમાં સૈનિકો સાથે દશેરાની ઉજવણી કરી હતી. તેમણે પહેલા અરુણાચલ પ્રદેશના બમલાથી સરહદની બીજી બાજુની ચીની પીએલએ ચોકીઓની મુલાકાત લીધી હતી. બાદમાં તવાંગમાં શાસ્ત્ર પૂજા કરી. અહીં સેનાના જવાનોને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે, હું 4 વર્ષ પહેલા અહીં આવ્યો હતો, હું મારા બહાદુર સૈનિકોની વચ્ચે આવવા ઈચ્છું છું અને તેમને વિજયાદશમીના શુભ અવસર પર શુભેચ્છા પાઠવું છું. હું તમને બધાને વિજયાદશમી પર અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. LAC ની નજીક જઈને મેં જોયું છે કે તમે જે મુશ્કેલ સંજોગોમાં દેશની સરહદોની સુરક્ષાની જવાબદારી નિભાવી રહ્યા છો તેની પ્રશંસા કરો એટલી ઓછી છે. 


સુબેદાર જોગીન્દર સિંઘને શ્રદ્ધાંજલિ આપી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે અરુણાચલ પ્રદેશના બમ લા ખાતે ભારત-ચીન સરહદ પર રાષ્ટ્રની સેવામાં તૈનાત સેનાના જવાનો સાથે વાતચીત કરી. સિંઘે 1962ના યુદ્ધના નાયક સુબેદાર જોગીન્દર સિંઘને અરુણાચલ પ્રદેશના બમ લામાં તેમના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી હતી.




  • Follow us on: