હિમાચલના શિમલામાં ગેરકાયદેસર મસ્જિદ નિર્માણને લઇને અત્યારે વાતાવરણ તંગ જોવા મળી રહ્યુ છે. કોંગ્રેસના મંત્રી અનિરુદ્ધ સિંહે આ અંગે વિધાનસભામાં ચિંતા વ્યક્ત કરી હતી અને એનઆરસીને લઇને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે NRC હોવુ જોઇએ. આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે.
તો ભારતીયો નાશ પામશે- ગિરિરાજ સિંહ
ગિરિરાજ સિંહે કહ્યું કે જ્યારે અમે ગૃહમાં NRCની માંગણી કરીએ છીએ ત્યારે રાહુલ ગાંધી તેનો વિરોધ કરે છે. પરંતુ જ્યારે હિમાચલ પ્રદેશમાં કે જ્યાં કોંગ્રેસની સત્તા છે ત્યાં તેમના મંત્રીઓ એનઆરસીની માગ કરે છે. તેઓ કહે છે આની તપાસ થવી જોઇએ. તેનું સર્ટિફિકેટ આપવુ જોઇએ. ત્યારે તેનો વિરોધ કેમ નથી કોઇ કરતુ. ગિરિરાજ સિંહે કહ્યું કે જો એનઆરસી ન લાગુ પડ્યુ. કાયદો ન બન્યો ભારતવંશી નેસ્તનાબૂદ થઇ જશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ની હાજરીમાં સદનમાં કોંગ્રેસના મંત્રી બોલી રહ્યા છે કે તપાસ કરવી જોઇએ અને લોકોને તેનું સર્ટીફિકેટ આપવુ જોઇએ. એટલે કે એનઆરસી હોવું જોઈએ. NRC માત્ર બિહારના 4 જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર બિહાર અને દેશમાં જરૂરી છે. જો NRC લાગુ નહીં કરવામાં આવે તો ભારતીયો નાશ પામશે
બાંગ્લાદેશને લઇને કરી હતી ટિપ્પણી
ગિરિરાજ સિંહ “ભારત ટેક્સ 2025” વિશે માહિતી આપવા માટે આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. “ભારત ટેક્સ 2025” નું આયોજન 14 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવશે. મંત્રીએ તાજેતરની હિંસા બાદ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પર આ ટિપ્પણી કરી છે. તેમનું કહેવું છે કે હવે બાંગ્લાદેશની દોરી એવા હાથમાં આવી ગઈ છે કે તે પાકિસ્તાનનો મોટો ભાઈ બની જશે અને નાનો નહીં રહે. તો કયો રોકાણકાર ત્યાં જવા માંગશે ? મંત્રીએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ભારતીય કાપડ ઉદ્યોગને બાંગ્લાદેશ અથવા વિયેતનામ તરફથી કોઈ પડકારનો સામનો કરવો પડતો નથી કારણ કે ભારતમાં વિશાળ શ્રમ બજાર છે. મંત્રીએ કહ્યું કે જો બાંગ્લાદેશ પાકિસ્તાન જેવું બનશે તો રોકાણકારો ત્યાં જતા વિચારશે. સિંહે એમ પણ કહ્યું કે દરેક ક્ષેત્રને પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ સાથે જોડવાની યોજના છે.









