• ચાર વર્ષની તાલીમ સાથે તૈયાર થનારા અગ્નિવીર દળો માટે તૈયાર સૈનિકની ભરતી બરાબર રહેશે

  • પહેલી બેચને વયમર્યાદામાં પાંચ વર્ષની અને ત્યાર પછીની બેચોને ત્રણ વર્ષની છૂટ અપાશે
  • થોડી ટ્રેનિંગ બાદ તેમને મોરચા પર તહેનાત કરી શકાશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે એક મોટો નિર્ણય લેતાં અગ્નિવીરોને અર્ધલશ્કરી દળો બીએસએફ-સીઆઇએસએફમાં થનારી ભરતીઓમાં 10 ટકા અનામત આપવાનું નક્કી કર્યું છે. બીએસએફના પ્રવક્તાએ કહ્યું કે અગ્નિવીર ચાર વર્ષની તાલીમ લઈને તૈયાર થાય છે. તેમની ભરતી અમારા માટે તૈયાર સૈનિકની ભરતી બરાબર જ છે.

અગ્નિવીર યોજનાનો તમામ દળોને લાભ મળશે. થોડી ટ્રેનિંગ બાદ તેમને મોરચા પર તહેનાત કરી શકાશે. અગ્નિવીરોને અમે 10 ટકા અનામત આપીશું અને તેમને વયમર્યાદામાં પણ છૂટ અપાશે. અગ્નિવીરોની પહેલી બેચને વયમર્યાદામાં પાંચ વર્ષની અને ત્યાર પછીની બેચોને ત્રણ વર્ષની છૂટ અપાશે. સીઆઇએસએફના ડાયરેક્ટર જનરલે પણ જણાવ્યું કે અગ્નિવીરોને સીઆઇએસએફમાં કોન્સ્ટેબલની પોસ્ટ માટે ભરતીમાં 10 ટકા અનામત અપાશે અને શારીરિક દક્ષતા કસોટીમાં છૂટછાટ મળશે.


  • Follow us on: