• દિલ્હીમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
  • બાળકી ટ્યુશન જઇ રહી હતી
  • સલૂન ચલાવનાર એક શખ્સે આચર્યુ દુષ્કર્મ

દીકરીઓની સુરક્ષાને લઇને સવાલ ઉઠી રહ્યા છે. દીકરી શાળામાં હોય કે પછી ઘરમાં, ટ્યુશનમાં હોય કે પછી ઓફિસમાં. એક કે બીજી રીતે મહિલાઓ અને દીકરીઓ નરાધમોનો શિકાર બને છે. ત્યારે દિલ્હીમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે.

પાંડવનગરની ઘટના

[[$googlead]]

દિલ્હીના પાંડવ નગરની આ ઘટના છે. અહીં મોટી સંખ્યામાં લોકોનું ટોળુ ભેગુ થઇ ગયુ છે. કારણ કે અહીં જ આરોપીની દુકાન છે. તેણે 4 વર્ષની બાળકી સાથે રેપ કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આરોપી ભાડે રહેતો અને સલૂન ચલાવતો હતો.

[[$alsoread]]

આરોપી પોલીસને હવાલે

બાળકી ઘરેથી ટ્યુશન ભણવા માટે ગઇ હતી. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ. આરોપીએ બાળકીને કંઇ ન બોલવાની ધમકી પણ આપી હતી. જ્યારે બાળકી ઘરે આવી તો પરિવારને આ વાત જણાવી. મોટી સંખ્યામાં લોકો આરોપીની દુકાને પહોંચી ગયા અને તોડફોડ શરૂ કરી દીધી હતી. ઘટનાને પગલે પોલીસ પહોંચી જતા આરોપી ઝડપાઇ ગયો હતો.


  • Follow us on: