ભારતમાં 50 ટકા હેલ્થકેર વર્કર્સ તેમનાં કામકાજનાં સ્થળને અસુરક્ષિત ગણે છે. ખાસ કરીને રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની મેડિકલ કોલેજોમાં કામ કરતા હેલ્થવર્કર્સને કામકાજનાં સ્થળે અનેક પ્રકારની તકલીફો ભોગવવી પડે છે તેવું અભ્યાસનું તારણ છે.


દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ, વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ તેમજ AIIMSનાં નિષ્ણાતો દ્વારા સરવે કરવામાં આવ્યો હતો જેમાં ભારતનાં હેલ્થકેર માળખામાં સિક્યુરિટી ઈન્ફ્રાસ્ટ્રકચરની ખામી અને અછતથી લોકો પરેશાન હોવાનું જણાયું હતું. એપિડોમીઓલોજી ઈન્ટરનેશનલમાં પ્રસિધ્ધ કરવામાં આવેલા ધ વર્કપ્લેસ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઈન ઈન્ડિયન હેલ્થકેર સેટિંગ્સ : અ ક્રોસ સેક્શનલ સરવેમાં હેલ્થકેર વર્કર્સ માટે સુરક્ષા માળખું સુધારવા માટે તત્કાળ પગલાં લેવા ભાર મુકવામાં આવ્યો હતો. આ સરવે VMCC અને સપદરજંગ હોસ્પિટલનાં ડૉ. કાર્તિક ચાધર અને ડૉ. જુગલ કિશોર તેમજ AIIMSનાં ડૉ. રિચા મિશ્રા, ડૉ. સેમંતી દાસ, ડૉ. ઈન્દ્રશેખર પ્રસાદ અને ડૉ. પ્રકલ્પ ગુપ્તાનાં સંયુક્ત પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યો હતો.દેશની જુદીજુદી મેડિકલ સંસ્થાનાં 1566 હેલ્થકેર વર્કર્સ સરવેમાં જોડાયા હતા. જેમણે પ્રશ્નોત્તરીનો ઓનલાઈન જવાબ આપ્યો હતો. જુદાજુદા ગ્રૂપમાં ખાસ કરીને કામકાજનાં સ્થળે સુરક્ષા અને પ્રાપ્ય લોજિસ્ટિક્સ સુવિધા કઈ કઈ છે તેનાં પર ભાર મુકાયો હતો. સરવેમાં 869 એટલે રે 55.5 ટકા મહિલાઓ અને 697 પુરુષો એટલે કે 44.5 ટકા જેન્ટ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.જેમાં 25 ટકા હેલ્થકેર વર્કર્સ નવી દિલ્હીનાં હતા જ્યારે 50 ટકા રેસિડેન્ટ ડૉકટરો હતા. 16 ટકા લોકો મેડિકલ સ્ટુડન્ટ્સ ઈન્ટર્નશિપ કરનારાઓ હતા. ફેકલ્ટી મેમ્બર્સ, મેડિકલ ઓફિસર્સ, નર્સો તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફ દ્વારા સરવેમાં ભાગ લેવાયો હતો. સરવેમાં 58.2 ટકા લોકોએ કહ્યું હતું કે તેમનાં મતે કામકાજનાં સ્થળે અસુરક્ષિતતા અનુભવે છે જ્યારે 78.4 ટકા તેમને કામકાજનાં સ્થળે ધમકીઓ આપવામાં આવતી હોવાની ફરિયાદો કરતા હતા. 50 ટકા હેલ્થકેર વર્કર્સ પાસે રાત્રે લાંબા સમય સુધી ડયૂટી કરવા માટે પૂરતો અલાયદો ડયૂટી રૂમ ન હતો. તેમને જે ડયૂટી રૂમ આપવામાં આવ્યો હતો તેમાં મૂળભૂત સુવિધાઓ પણ ન હતી. સાફ સફાઈ કરાઈ ન હતી, પેસ્ટ કન્ટ્રોલનો અભાવ હતો, વેન્ટિલેશન ન હતું, રૂમ સાંકડી હતી, એસી ન હતું.70 ટકાથી વધુ લોકો એવું માનતા હતા કે સિક્યુરિટી ગાર્ડસ બ્બિન કાર્યક્ષમ હતા. 62 ટકાનાં મતે ઈમરજન્સી એલાર્મ કામ કરતું ન હતું. 50 ટકાનાં મતે સુરક્ષા ગાર્ડની સંખ્યા અપૂરતી હતી. તેઓ જ્યારે જરૂર હોય ત્યારે સ્થળ પર હાજર ન હતા. આઈસીયુ અને સાયક્રિયાટીક વૉર્ડમાં પૂરતી સુરક્ષા ન હતી. ત્રીજા ભાગની હોસ્પિટલોની યોગ્ય બાઉન્ડ્રી વૉલ ન હતી.


  • Follow us on: