- ગત વર્ષે 1.40 લાખ ભારતીયોને USના સ્ટુડન્ટ વિઝા મળ્યા હતા
- અમેરિકી દૂતાવાસને સ્ટુડન્ટ વિઝાની અરજીમાં ધરખમ વધારો
- 2021થી 2023 વચ્ચે અન્ય તમામ વિઝાની માંગમાં પણ 400 ટકાનો વધારો
ભારત ખાતેના અમેરિકી દૂતાવાસને સ્ટુડન્ટ વિઝા માટે મળતી અરજીઓમાં રોકેટગતિએ વધારો થયો છે. ગુરુવારે આઠમા એન્યુઅલ સ્ટુડન્ટ વિઝા ડે પર દૂતાવાસની ઇન્ડિયન કોન્સ્યુલર ટીમે સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરનારા 3,900 અરજદારોના ઇન્ટરવ્યૂ લીધા. 2023માં ભારત ખાતેના યુએસ મિશને 2018, 2019 અને 2019ના ત્રણ વર્ષ દરમિયાન અપાયેલા કુલ સ્ટુડન્ટ વિઝાથી પણ વધારે સ્ટુડન્ટ વિઝા ઇશ્યૂ કર્યા હતા.
યુએસ કોન્સ્યુલરના જણાવ્યાનુસાર ગત વર્ષે ભારતમાંથી 1.40 લાખ લોકોને અમેરિકાના સ્ટુડન્ટ વિઝા અપાયા હતા. હાલ અમેરિકામાં દર ચોથો સ્ટુડન્ટ ભારતીય છે.અમેરિકી દૂતાવાસના જણાવ્યાનુસાર ભારત ખાતેની કોન્સ્યુલર ટીમે 13 જૂન, 2024ના રોજ 3,900 સ્ટુડન્ટ વિઝા અરજદારોના ઇન્ટરવ્યૂ લીધા. મિશન ઇન્ડિયા સ્ટુડન્ટ વિઝા ડે માટે મજબૂત પ્રોગ્રામિંગનું આયોજન કરીને અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ માટેની અમારી મજબૂત પ્રતિબjતા અને ભારત-અમેરિકા વચ્ચે વધતા શૈક્ષણિક સંબંધોને પ્રદર્શિત કરે છે.










