- મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 6 એપ્રેલિ સુધી લંબાવવામાં આવી
- રાઉઝ એવન્યુ કોર્ટે મંગળવારે લિકર પોલીસી કેસની સુનાવણી કરી હતી
- આપ નેતા મનીષ સિસોદિયા ગયા વર્ષે ફેબ્રુઆરીથી જેલમાં સજા ભોગવે છે
દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલીસ કેસમાં ગયા વર્ષે ફેબ્રુઆરીથી જેલમાં સજા ભોગવી રહ્યાં છે. મનીષ સિસોદિયા સામે દારૂ નીતિ મામલે કોર્ટ દ્વારા સજા આપવામાં આવી છે. જેને પગલે આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હતી જેમાં દિલ્હીમાં લિકર પોલીસી કેસમાં મનિષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી છે
મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 6 એપ્રિલ સુધી લંબાવાઈ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 6 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટે મંગળવારે (19 માર્ચ) દિલ્હી લિકર પોલિસી કેસની સુનાવણી દરમિયાન સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 6 એપ્રિલ સુધી લંબાવી હતી. આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલા જ હાજર થવાથી રાહત મળી છે. મનીષ સિસોદિયા ગયા વર્ષે જ જેલમાં છે.
તાજેતરમાં ભત્રીજીના ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને લખનૌમાં તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સિસોદિયાએ 12 થી 16 ફેબ્રુઆરી સુધી જામીન માંગ્યા હતા. પરંતુ કોર્ટે તેને 13 થી 15 ફેબ્રુઆરી સુધી જામીન આપ્યા છે. સિસોદિયા કથિત દિલ્હી શરાબ નીતિ કૌભાંડ સાથે સંબંધિત કેસમાં ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે.
CBI ના વકીલે જામીનનો વિરોધ કરતા કહ્યું
CBI ના વકીલે જામીનનો વિરોધ કરતા કહ્યું કે, મનીષ સિસોદિયા અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ છે. તે ઉચ્ચ અને શક્તિશાળી પદ પર છે. તે પુરાવા સાથે ચેડા કરી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર વર-કન્યા જ તેમના લગ્ન માટે 5 દિવસની સુરક્ષા માંગી શકે છે. લગ્નમાં હાજરી આપવા માટે એક દિવસનો સમય આપી શકાય છે.
નવી દારૂની નીતિ શું હતી?
22 માર્ચ, 2021 ના રોજ, મનીષ સિસોદિયાએ નવી દારૂ નીતિની જાહેરાત કરી હતી. 17 નવેમ્બર 2021 ના રોજ, નવી દારૂ નીતિ એટલે કે આબકારી નીતિ 2021-22 લાગુ કરવામાં આવી હતી. દારૂની નવી નીતિ લાવ્યા બાદ સરકાર દારૂના ધંધામાંથી બહાર આવી છે. અને દારૂની આખી દુકાનો ખાનગી હાથમાં ગઈ. નવી નીતિ લાવવા પાછળ સરકારનો તર્ક હતો કે તેનાથી માફિયા શાસનનો અંત આવશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે, નવી નીતિ શરૂઆતથી જ વિવાદમાં રહી હતી. જ્યારે હોબાળો વધી ગયો, 28 જુલાઈ, 2022 ના રોજ, સરકારે નવી દારૂ નીતિ રદ કરી અને ફરીથી જૂની નીતિ લાગુ કરી.









