- દિલ્હીમાં બોમ્બની ધમકીઓનો સિલસિલો થયાવત
- નોર્થ બ્લોકમાં બાદ હવે કોલેજને મળી બોમ્બની ધમકી
- પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
દિલ્હીમાં બોમ્બની ધમકીઓનો સિલસિલો અટકવાનો નામ નથી લઈ રહ્યો. નોર્થ બ્લોકમાં બોમ્બની ધમકી બાદ હવે દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં પણ બોમ્બની ધમકીનો કોલ આવ્યો છે. આ ફોન સાંજે 4 વાગ્યા પછી આવ્યો હતો. હાલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, દિલ્હીમાં બોમ્બની ધમકીઓનો સિલસિલો અટકવાનો નામ નથી લઈ રહ્યો. તેવામાં નોર્થ બ્લોકમાં બોમ્બની ધમકી બાદ હવે દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં પણ બોમ્બની ધમકી ભર્યો કોલ આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ધમકી ભર્યો ફોન સાંજે 4 વાગ્યા પછી આવ્યો હતો. હાલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસ અને ગૃહ મંત્રાલયની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.










