• આસામ, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના મુખ્યપ્રધાન સાથે ફોન પર વાતચીત

  • કેન્દ્ર સરકાર તરફથી સંભવ તમામ મદદ કરવા આપ્યું આશ્વાસન
  • ગૃહ પ્રધાને ત્રણેય રાજ્યોમાં પૂર અને વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ વિશે જાણકારી મેળવી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે આસામ, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના મુખ્યપ્રધાન સાથે ફોન પર વાતચીત કરીને પૂર અને વરસાદની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. ત્રણેય રાજ્યોમાં પૂર અને વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. કેન્દ્ર સરકાર તરફથી સંભવ તમામ મદદ કરવા આશ્વાસન પણ આપ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ગૃહપ્રધાને આસામના મુખ્યપ્રધાન હિમન્તા બિસ્વ સરમા સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. શર્માએ રાજ્યમાં પ્રવર્તી રહેલી પૂર અને વરસાદની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ ફોન પર વાતચીત કરી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાને આ વાતચીત દરમિયાન ભારે વરસાદને કારણે નદીમાં વધેલી સપાટી અંગે જાણકારી મેળવી હતી. કેન્દ્ર સરકાર તરફથી સંભવતઃ તમામ મદદનું આશ્વાસન પણ આપ્યું હતું.

આસામમાં પૂરને કારણે 109નાં મૃત્યુ

આસામમાં પૂર અને વરસાદને કારણે સર્જાયેલી દુર્ઘટનાઓ 109 લોકોનો ભોગ લઈ ચૂકી છે. રાજ્યના કછાર, ચિરાંગ, દરાંગ, ઘેમાજી,ધુબરી,દિબ્રૂગઢ,ગોલપાડા, ગોલાઘાટ,જોરહાટ, કામરૂપ,કરીમગંજ,માજુલી,મોરીગાંવ,નાગાંવ, નલવાડી અને શિવસાગર જિલ્લામાં 5,97,600થી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. ઉત્તરપ્રદેશના 22 જિલ્લામાં લગભગ 1,500 ગામ પૂરથી પ્રભાવિત થયા છે. વરસાદને કારણે સર્જાયેલી દુર્ઘટનાઓ સંખ્યાબંધ લોકોનો ભોગ લઈ ચૂકી છે.

  • Follow us on: