• દિલ્હીમાં વધુ એકવાર બોમ્બ હોવાની ધમકી
  • ગ્રેટર કૈલાશના સમરફિલ્ડ સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી
  • ધમકી મળતા જ અફરાતફરીનો માહોલ

દિલ્હીની શાળાઓમાં બોમ્બ હોવાની અગાઉ ધમકી મળી હતી. ત્યારે હવે વધુ એકવાર એક શાળામાં ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. ગ્રેટર કૈલાશના સમરફિલ્ડ સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળતા અફરાતફરી મચી છે. હાલ શાળામાં તપાસ તેજ કરવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ દિલ્હીની 175 સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી.


રાતે 12.30 કલાકે મળ્યો ઇમેઇલ

મળતી માહિતી મુજબ રાતે 12.30 કલાકે ઇમેઇલ આવ્યો હતો જેમાં શાળામાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. પરંતુ શુક્રવારે સવારે 8.30 કલાકે સ્કૂલ પ્રશાસનને ઇમેઇલની જાણકારી થઇ. જે બાદ પોલીસને જાણ કરતા પોલીસે શાળા ખાલી કરાવીને તપાસ શરૂ કરી દીધી. પોલીસના જણાવ્યા મુજબ સ્કૂલમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી ફેક લાગી રહી છે. હાલ આ મામલે એફઆઇઆર નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. 

  • Follow us on: