• અનુપમા ફેમ રુપાલી ગાંગુલી જોડાયા ભાજપમાં
  • ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં અનુપમા સિરીયલથી છે ફેમસ
  • ફિલ્મ ડાયરેક્ટર પણ જોડાયા ભાજપમાં

ટીવી અભિનેત્રીએ રાજકારણમાં એન્ટ્રી કરી છે. અનુપમા ફેમ રુપાલી ગાંગુલી ભાજપમાં જોડાયા છે. આ સાથે જ ફિલ્મ ડાયરેક્ટર અમય જોશીએ પણ કેસરિયો ધારણ કર્યો છે. મહત્વનું છે કે રુપાલી ગાંગુલી હાલ ટીવી સિરિયલ અનુપમાથી ઘર ઘરમાં ફેમસ છે. 

તમારા સાથ અને આશીર્વાદની જરૂર- રુપાલી ગાંગુલી

[[$googlead]]

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે મહાકાલ અને માતારાનીના આશીર્વાદથી હું કળાના માધ્યમથી હું ઘણા લોકોને મળુ છું.  જ્યારે હું વિકાસના આ 'મહા યજ્ઞ'ને જોઉં છું, ત્યારે મને લાગે છે કે હું પણ કેમ આમાં સહભાગી ન બનુ. મોદીજીના જણાવ્યા રસ્તા પર ચાલુ અને દેશ માટે મદદરૂપ બનુ. અમિત શાહજીના નેતૃત્વમાં આગળ વધુ.  આ બધા માટે તમારો સાથ અને આશીર્વાદ જોઇશે જેથી હું જે પણ કરું, તે યોગ્ય અને સારી રીતે કરી શકું.

[[$alsoread]]


ટીવી ઇન્ડસ્ટ્રીઝ પર કરે છે રાજ

રૂપાલી ગાંગુલી હાલ 'અનુપમા'થી ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. તે શોમાં લીડ કેરેક્ટર અનુપમાનું પાત્ર ભજવી રહી છે. ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. રૂપાલીની લોકપ્રિયતા જબરદસ્ત છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 2.9 મિલિયન એટલે કે 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે. ગઈકાલે જ અભિનેત્રીએ મુંબઈમાં તેનો 47મો જન્મદિવસ ઉજવ્યો હતો.

રૂપાલીની કારકિર્દી

રૂપાલી ફિલ્મ નિર્દેશક અનિલ ગાંગુલીની પુત્રી છે. અભિનેત્રીએ તેની કારકિર્દી 7 વર્ષની ઉંમરે શરૂ કરી હતી. તેણે તેના પિતાની ફિલ્મ 'સાહેબ'માં પહેલો રોલ કર્યો હતો. પરંતુ રૂપાલીને 2003માં આવેલી સિરિયલ 'સંજીવનીઃ અ મેડિકલ બૂન'થી ઓળખ મળી હતી. આ પછી અભિનેત્રીએ 'બિગ બોસ'ની સીઝન 1 માં પણ ભાગ લીધો હતો. રૂપાલી 'સારાભાઈ વર્સેસ સારાભાઈ' જેવા હિટ શોનો પણ ભાગ રહી ચુકી છે. તેણે 2013માં સિરિયલ 'પરવરિશ' કર્યા બાદ 7 વર્ષનો બ્રેક લીધો હતો. આ પછી રૂપાલી 'અનુપમા' સાથે ટીવીની દુનિયામાં પાછી ફરી છે.


  • Follow us on: