• નવા પીએમના આ વર્ષે આઠ અનિવાર્ય વિદેશપ્રવાસ

  • ઇટાલીનાં પીએમ જ્યોર્જિયા મેલોની 13થી 15 જૂન દરમિયાન જી7 દેશોના નેતાઓની યજમાની કરશે
  • છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન મોદીનું ફોકસ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની ઇમેજ મજબૂત કરવાનું

ચોથી જૂને આવનારા લોકસભા ચૂંટણીના પરિણામ પર દેશદુનિયાની નજર છે. પરિણામ જાહેર થતાં જ નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ જશે. નવી સરકાર 8 જૂને શપથ લે તેવી શક્યતા છે. બીજી તરફ ભાવિ વડાપ્રધાન માટે આવનારા થોડાં મહિના અત્યંત વ્યસ્ત રહેશે. તેમના વિદેશપ્રવાસોનું શિડયૂલ પણ ઘણું ટાઇટ રહેવાનું છે. વિદેશ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફોકસ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની ઇમેજ મજબૂત કરવાનું રહ્યું છે. કેટલાક અપવાદોને બાદ કરતા મોદીની વિદેશનીતિ પર આખી દુનિયા આફરીન છે. માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ પીએમ મોદીની ઇમેજ મજબૂત નેતાની રહી છે. તેમના જ નેતૃત્વમાં ભારતે ગ્લોબલ સાઉથના લીડર બનવા તરફ આગેકૂચ કરી છે. ભારત દ્વારા જી20ની શાનદાર યજમાની દુનિયા જોઈ ચૂકી છે. વિદેશ મંત્રાલયમાં કહેવાય છે કે પીએમ મોદીના 10 વર્ષના કાર્યકાળમાં વિદેશ વિભાગ કદાચ જ આરામથી બેઠો હશે.

ઇટાલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત

નવા વડાપ્રધાનના આ વર્ષે 8 અનિવાર્ય વિદેશપ્રવાસની શક્યતા છે. તેમાંથી યુએઇ-કતાર અને ભુતાનના પ્રવાસ પીએમ મોદી ચૂંટણી પહેલાં પૂરા કરી ચૂક્યા છે. નવા વડાપ્રધાનનો પહેલો વિદેશપ્રવાસ ઇટાલીનો હોઈ શકે છે, કેમ કે ઇટાલી 13થી 15 જૂન દરમિયાન જી7 દેશોની યજમાની કરી રહ્યું છે. ઇટાલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતે એપ્રિલમાં મોદીને ઇટાલી આવવા આમંત્રણ આપ્યું હતું. જો મોદી ફરી વડાપ્રધાન બનશે તો ઇટાલીના પ્રવાસે જઈ શકે છે. જ્યોર્જિયા અને મોદીની કેમિસ્ટ્રી પણ ચર્ચાનો વિષય રહી છે.

યૂક્રેનમાં શાંતિ માટે બેઠક

નવા વડાપ્રધાન ઇટાલી બાદ સ્વિટ્ઝરલેન્ડ પણ જઇ શકે છે. ત્યાંના બર્ગેનસ્ટોકમાં 15-16 જૂન દરમિયાન 'સમિટ ઑફ પીસ ઇન યૂક્રેન' યોજાશે. આ સમિટનો ઉદ્દેશ યૂક્રેનમાં શાંતિ માટે અભિપ્રાય બાંધવાનો છે. આ ઉપરાંત નવા વડાપ્રધાન 22થી 24 ઓક્ટોબર દરમિયાન રશિયામાં યોજાનારી 16મી બ્રિક્સ સમિટ સહિતના કાર્યક્રમોમાં પણ જઈ શકે છે

  • Follow us on: