• કર્મચારીઓના મોબાઈલ કબજે : સૂત્ર
  • લંડન હેડક્વાર્ટરને જાણકારી આપવામાં આવી : સૂત્ર 
  • કેમ્પસમાં કોઈપણને આવવા - જવા પર રોક લગાવાઈ

BBC ઓફિસને સંપૂર્ણ સીલ કરવામાં આવી. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે BBC વિરુદ્ધ આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મંગળવારે અધિકારીઓએ રાજધાની દિલ્હીમાં સ્થિત મીડિયા ઈન્સ્ટિટ્યૂટની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. તાજેતરના સમયમાં બીબીસી ગુજરાતના રમખાણો અને રશિયા-યુક્રેન યુદ્ધ પર બનેલી ડોક્યુમેન્ટ્રીને કારણે ચર્ચામાં છે.

આ ઈન્ટરનેશનલ ટેક્સ સંબંધિત મામલો છે.

[[$googlead]]

ટેક્સની ગેરરીતિઓને લઈને બીબીસી ઓફિસમાં આઈટીનું આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. બીજી તરફ ઈન્કમ ટેક્સના સૂત્રોએ જણાવ્યું કે આ ઈન્કમટેક્સ ટીમનો સર્વે છે. જો કે હજુ સુધી આવકવેરા વિભાગ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

[[$alsoread]]

રિપોર્ટ અનુસાર, આવકવેરા વિભાગના અધિકારીઓએ ઓફિસને સંપૂર્ણ રીતે સીલ કરી દીધી છે. તે જ સમયે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમામ કર્મચારીઓને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રોને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે મીડિયા ઈન્સ્ટિટ્યૂટની લંડન ઓફિસને પણ આવકવેરાના આ દરોડાની જાણકારી આપવામાં આવી છે.

બીજી તરફ કોંગ્રેસે આઈટીની આ કાર્યવાહીને બીબીસી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ સાથે જોડી દીધી છે. કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, પહેલા બીબીસી ડોક્યુમેન્ટ્રી આવી, તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. હવે ITએ BBC પર દરોડા પાડ્યા છે. આ એક પ્રકારની અઘોષિત કટોકટી છે.

કોંગ્રેસે કહ્યું- અઘોષિત ઈમરજન્સી

મહુઆ મોઈત્રાએ ટ્વીટ કર્યું હતું કે, બીબીસીની દિલ્હી ઓફિસમાં ઈન્કમ ટેક્સના દરોડા પડવાના સમાચાર છે. ખૂબ સરસ, આ તો થવાનું જ હતુ કોંગ્રેસે આઈટીની આ કાર્યવાહીને બીબીસી ડોક્યુમેન્ટ્રી ઉપર બેન સાથે જોડી છે. કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું, પહેલાં બીબીસીની ડોક્યુમેન્ટ્રી આવી, તેના ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો. હવે બીબીસી ઉપર આયકર વિભાગે રેડ કરી.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે બીબીસીની રેડ અંગે કહ્યું કે અહીં અમે જેપીસીની માગ કરી રહ્યા છીએ, ત્યાં બીબીસી ઉપર ઇનકમ ટેક્સની રેડ પડી રહી છે... વિનાશ કાલે વિપરીત બુદ્ધિ...

બીબીસીની ડોક્યુમેન્ટ્રીનો શું છે વિવાદ?

તાજેતરમાં જ બીબીસીની એક ડોક્યુમેન્ટ્રી આવી હતી. આ ડોક્યુમેન્ટ્રી 2002ના ગુજરાત રમખાણો પર હતી. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટ્રીને પ્રચાર ગણાવીને સ્ક્રીનીંગ પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. વિપક્ષ આવકવેરા વિભાગના દરોડાને બીબીસીની ડોક્યુમેન્ટ્રી સાથે જોડીને કેન્દ્ર પર નિશાન સાધી રહ્યું છે.
ડોક્યુમેન્ટ્રી સાથે જોડીને કેન્દ્ર પર નિશાન સાધી રહ્યું છે.
બીબીસી ડોક્યુમેન્ટ્રીને લઈને સમગ્ર દેશમાં હોબાળો થયો હતો. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટ્રીને પ્રોપગેન્ડા ગણાવ્યો હતો. ભારત સરકારે એક નિવેદનમાં કહ્યું કે આ ડોક્યુમેન્ટ્રી એકતરફી પરિપ્રેક્ષ્ય દર્શાવે છે, જેના કારણે સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, સરકારના પ્રતિબંધ છતાં, ઘણી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં તેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આને લઈને દિલ્હીની જેએનયુમાં ભારે હોબાળો થયો હતો.
  • Follow us on: