દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. સોમવારે બીજેપીએ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ
વિરુદ્ધ ચાર્જશીટ જાહેર કરી છે. બીજેપી નેતા અનુરાગ ઠાકુરે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે. . આ ચાર્જશીટ પર ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ ચાર્જશીટ અરવિંદ કેજરીવાલ સરકારના 10 વર્ષના ભ્રષ્ટાચારનો પુરાવો છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે આમ આદમી પાર્ટીના વાયદાઓ ગૂંચવાયેલા છે. દિલ્હીમાં કચરાના પહાડ છે અને લોકો પરેશાન છે.

યમુનાની સફાઇ થઇ ?- અનુરાગ ઠાકુર

બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે આપ સરકારે યમુના નદીને એટલી ખરાબ રીતે પ્રદૂષિત કરી છે, તે એટલી દુર્ગંધયુક્ત, ફીણવાળી અને ઝેરી બની ગઈ છે...મને યાદ છે કે, 2022માં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે આગામી ચૂંટણી પહેલા તેઓ, લોકો સાથે યમુના નદીમાં ડૂબકી મારશે, એટલે કે 2025ની ચૂંટણી પહેલા . કેજરીવાલ જીને 10 વર્ષ વીતી ગયા અને 2025 આડે માત્ર 10 દિવસ બાકી છે, શું યમુનાની સફાઈ થઈ ગઈ?..."


  • Follow us on: