આતિશીએ સોમવારે દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળવા તેઓ પહોંચ્યા તો ત્યાં એક ખાલી ખુરશી પણ જોવા મળી હતી. તે વિશે જણાવતા આતિશીએ કહ્યું કે આ ખુરશી કેજરીવાલ પાછા આવશે ત્યાં સુધી મારા આ રૂમમાં જ રહેશે અને આ ખુરશી કેજરીવાલ આવે તેવી રાહ રહેશે. આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. બીજેપીએ આ મામલે આપ પર નિશાન સાધીને આતિશીના આ નિવેદનને માત્ર ચમચાગીરી ગણાવી છે.
રિમોર્ટ કંટ્રોલથી ચાલશે દિલ્હી સરકાર ?













