રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લાં અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ દરમિયાન પશ્ચિમી દેશોએ યૂક્રેનનું સમર્થન કરીને રશિયાનો બહિષ્કાર કર્યો, જોકે, આ બાબતમાં ભારતે રશિયા સાથે પોતાની મૈત્રી જાળવી રાખી અને રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ . રશિયા પાસેથી તેલ ખરીદવા બાબતે ભારતના વિદેશ મંત્રીને સવાલ પૂછવામાં આવતાં વિદેશ મંત્રીએ આકરો જવાબ આપ્યો હતો.


વિદેશ મંત્રી એસ જયશંકરે સામો સવાલ કરતાં પૂછયું કે શું વિશ્વ પાસે ભારતની ઊર્જા વ્યવસ્થાની જરૂરિયાતો પૂરી કરવા માટે વધુ સારો વિકલ્પ છે? જયશંકરે આ નિવેદન 22મા દોહા ફોરમની પેનલ નવા યુગમાં સંઘર્ષ સમાધાન દરમિયાન કર્યું હતું.રશિયા પાસેથી તેલ ખરીદવાના નિર્ણયનો બચાવ કરતાં વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું કે રશિયા પાસેથી તેલ ખરીદવું ભારત માટે સસ્તો સોદો નથી. તે દેશમાં ઊર્જાની જરૂરિયાતોને પૂરી કરવાની એક સમજૂતી છે. તેમણે કહ્યું કે આપણે તેલ ખરીદીએ છીએ, તે સાચું છે, પરંતુ, તે સસ્તું નથી. શું તમારી પાસે આનાથી વધારે સારી ડીલ છે?

રશિયા-યૂક્રેન યુદ્ધ અંગેની જયશંકરની પ્રતિક્રિયા

રશિયા-યૂક્રેન યુદ્ધ બાબતે પ્રતિક્રિયા આપતાં જયશંકરે કહ્યું કે બંને પક્ષોએ યુદ્ધનો માર્ગ છોડીને વાર્તાલાપ માટે તૈયાર થવું પડશે. ભારત તેને શક્ય બનાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે રશિયા જઈએ છીએ ત્યારે વ્લાદિમીર પુતિન સાથે વાત કરીએ છીએ, યૂક્રેન જઈએ છીએ તો વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે વાત કરીએ છીએ. અમે બંને વચ્ચે પારસ્પરિક સંમતિની સાંકળ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.


  • Follow us on: