• સા.વિજ્ઞાનના પુસ્તકમાં હડપ્પા સભ્યતાને સિંધુ-સરસ્વતી સભ્યતા ગણાવાઇ

  • ગ્રીનવિચ મધ્યરેખા પહેલાં પણ એક મધ્યરેખા હતી, જે ઉજ્જૈનમાંથી પસાર થતી
  • પાઠયપુસ્તકમાં 'ભારતીય સભ્યતાનો પ્રારંભ' પ્રકરણમાં સરસ્વતી નદીનો ઘણી વાર ઉલ્લેખ

NCERTએ ધોરણ-6ના પાઠય પુસ્તકમાં ઘણા બધા ફેરફાર કર્યા છે. નવી સુધારેલી આવૃત્તિ અનુસાર ગ્રીનવિચ મધ્યરેખા પહેલાં પણ એક મધ્યરેખા હતી, જે ઉજ્જૈન થઈને પસાર થતી હતી. આ ઉપરાંત, પાઠયપુસ્તકમાં જાતિ આધારિત ભેદભાવનો ઉલ્લેખ નથી કરાયો;જ્યારે અત્યાર સુધી ભણાવાયેલી હડપ્પા સભ્યતાને સિંધુ-સરસ્વતી સભ્યતા ગણાવાઈ છે.

સામાજિક વિજ્ઞાનના નવા પાઠયપુસ્તક અનુસાર, ગ્રીનવિચ ભૂમધ્યરેખા પહેલી મુખ્ય મધ્યરેખા નથી, ભૂતકાળમાં અન્ય પણ હતી. વાસ્તવમાં, યુરોપની ઘણી સદીઓ પહેલાં, ભારતની પોતાની એક મુખ્ય મધ્યરેખા હતી, જેને મધ્યરેખા કહેવાતી હતી અને તે ઉજ્જયિની (આજના ઉજ્જૈન) શહેર થઈને પસાર થતી હતી, જે ઘણી સદીઓ સુધી ખગોળ વિજ્ઞાનનું એક પ્રતિષ્ઠિત કેન્દ્ર હતું. નવા પુસ્તકમાં હડપ્પા સભ્યતાને સિંધુ-સરસ્વતી સભ્યતા તરીકે સંદર્ભિત કરવામાં આવી છે. પાઠયપુસ્તકમાં 'ભારતીય સભ્યતાનો પ્રારંભ' પ્રકરણમાં સરસ્વતી નદીનો ઘણી વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કહેવાયું છે કે સરસ્વતી નદીઘાટીમાં સભ્યતાનાં મુખ્ય શહેરો રાખીગઢી અને ગણવેરીવાલાની સાથે સાથે નાનાં શહેર અને કસ્બા પણ સામેલ હતાં.

જાતિ આધારિત ભેદભાવનો ઉલ્લેખ નહીં

નવા પાઠયક્રમ અનુસાર વિકસિત પાઠયપુસ્તકમાં જે ફેરફાર કરાયા છે તેમાં જાતિ આધારિત ભેદભાવનો કશો ઉલ્લેખ કરાયો નથી. ભેદભાવ વિશેના બી.આર. આંબેડકરના અનુભવના સંદર્ભમાં ફેરફાર કરાયો છે. તેમાં વેદોનું વિવરણ અપાયું છે અને કહેવાયું છે કે મહિલાઓ અને શૂદ્રોને આ ગ્રંથોનો અભ્યાસ કરવાનો અધિકાર નહોતો. ઉલ્લેખનીય છે કે જૂના પાઠયપુસ્તકમાં કહેવાયું હતું કે કેટલાક પૂજારીઓએ લોકોને ચાર વર્ગમાં વહેંચ્યા હતા જેને વર્ણવ્યવસ્થા કહેવાતી હતી. મહિલાઓ અને શૂદ્રોને વૈદિક અભ્યાસની મંજૂરી નહોતી. મહિલાઓને પણ શૂદ્ર વર્ગમાં રાખવામાં આવતી હતી.


  • Follow us on: