બિટકોઈન્સ અને ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં સીબીઆઈ દ્વારા દેશભરમાં 60 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
સીબીઆઈનાં અધિકારીઓએ દિલ્હી-એનસીઆર, પૂણે, ચંડીગઢ, નાંદેદ, કોલ્હાપુર, બેંગ્લુરુ તેમજ અન્ય રાજ્યો અને શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તપાસ શરૂ કરી હતી. મની લૉન્ડરિંગ કૌભાંડમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ અગાઉ ED દ્વારા જુદાજુદા રાજ્યોમાં સર્ચ કરીને રૂ. 2 કરોડની બેન્ક ડિપોઝિટ્સ ફ્રીઝ કરવામાં આવી હતી. ભારતનાં એક નાગરિક દ્વારા ગેરકાયદેસર રૂ. 600 કરોડની ક્રિપ્ટો કરન્સીને ક્રિપ્ટો એક્સ્ચેન્જમાં અન્ય કરન્સીમાં કન્વર્ટ કરીને મની લૉન્ડરિંગ કરવામાં આવ્યું હતું. ઈડી દ્વારા આ સંદર્ભમાં દરોડા પાડીને તપાસ કરાઈ હતી.










