કહેવાતા આબકારી નીતિ ગોટાળા સાથે સંકળાયેલા સીબીઆઈના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઘટવાનું નામ લેતી નથી. આ કેસમાં હવે સીબીઆઈ તરફથી નવી સપ્લિમેન્ટરી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે તેમાં સીબીઆઈએ આરોપ મક્યો છે કે જ્યારે નવી શરાબ નીતિ બનાવવાની શરૂઆત થઈ ત્યારથી અરવિંદ કેજરીવાલ તેમાં સામેલ હતાં.
તેઓ શરાબ નીતિના નિર્માણ અને તેમાં બદલાવ માટેના અપરાધિક કાવતરામાં સામેલ હતાં. નોંધનીય છે કે આ કેસમાં પાંચમી અને આખરી ચાર્જશીટ દાખલ કરવાની સાથે પોતાની તપાસને પૂર્ણ કરતાં કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ પાસે પહેલેથી જ આબકારી નીતિનું ખાનગીકરણ કરવાનો પૂર્વ-નિર્ધારિત વિચાર હતો. જેને ભ્રષ્ટાચારના આરોપોના સામે આવ્યા બાદ રદ કરી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કેજરીવાલની જામીન અરજી પરના સુપ્રીમ કોર્ટે ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો.










